ચેકિંગ:શહેર-જિલ્લાની 24 ચેકપોસ્ટ ઉપર સ્ટેટિક સર્વેલન્સ ટીમની બાજ નજર

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શંકાસ્પદ વાહનોને ઉભા રાખીને ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું
  • ફરિયાદ નિવારણ સમિતિની પણ રચવા કરવામાં આવી

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીની પ્રક્રીયા દરમિયાન મોટી રકમની હેરફેર અને અન્ય ગુનાહિત પ્રવૃતિને રોકવા તેમજ ચૂંટણી ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા વડોદરા શહેર-જિલ્લાની 10 વિધાનસભા બેઠકો માટે 24 જેટલી ચેકપોસ્ટ ઉપર સ્ટેટિક સર્વેલન્સ ટીમ તહેનાત કરવામાં આવી છે.કલેક્ટર અતુલ ગોરની અધ્યક્ષતામાં ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં ખર્ચ મોનિટરિંગના નોડેલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ અને જિલ્લા તિજોરી અધિકારીની સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા મુજબની કામગીરી સમિતિ કરશે.

વડોદરા (શહેર)માં વાઘોડિયા, આજવા, હરણી, સયાજીગંજમાં છાણી જકાત નાકા, ગોત્રીસેવાસી રોડ, ગોરવા કોયલી રોડ, અકોટામાં ગોત્રી, રાવપૂરામાં સમા, માંજલપુરમાં તરસાલી, જાંબુઆ, અટલાદરા પાદરામાં કઠવાડા, મુંજપુર અને માસર તથા કરજણમાં મિયાગામ ચોકડી, શેગવા, સાવલીમાં પોઇચા બ્રિજ, ઉદલપુર ફાટક, ખાખરિયા ચેકપોસ્ટ, વાઘોડિયામાં જરોદ, ડભોઇમાં વેગા, કાયવરોહણ ચોકડી, સમિયાલાઅને ભરથાણા ટોલનાકા સહિત કુલ 24 ટીમ તૈનાત કરાઇ હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...