તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વળતો જવાબ:Dy.CMના નિવેદન સામે કોંગ્રેસ નેતા ભરતસિંહે કહ્યું- ભાગલા પડાવી રાજ કરવાની શરૂઆત નીતિનભાઈએ કરી

વડોદરાએક મહિનો પહેલા
વડોદરામાં કોંગ્રેસ નેતા ભરતસિહ સોલંકી સામાજિક પ્રસંગમાં આવ્યા હતા.
  • ભરતસિંહ સોલંકીએ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાના વેક્સિન મામલાના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી

વડોદરા ખાતે કોંગ્રેસ નેતા ભરતસિહ સોલંકી સામાજિક પ્રસંગમાં આવ્યા હતા. દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન સામે કોંગ્રેસ નેતા ભરતસિંહે વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, 2022ની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે અને ભાગલા પડાવી રાજ કરવાની શરૂઆત નીતિન ભાઈએ કરી છે અનેક લોકોએ દેશમાં રાજ કર્યું છે.

ઘર આગણે વેક્સિન પૂરી પાડી શક્યા નથી અને વિદેશની વાતો કરે છે
વડોદરા ખાતે આવેલ કોંગ્રસ નેતા ભરતસિંહ સોલંકીએ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાના વેક્સિન મામલાના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી. સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન સામે કોંગ્રેસ નેતા ભરતસિંહે વળતો જવાબ આપ્યો હતો. વિદેશમાં વેક્સિન મોકલવાની વાત પર કોંગ્રેસ નેતા ભરતસિંહે જણાવ્યું હતું કે ઘર આગણે વેક્સિન પૂરી પાડી શક્યા નથી અને વિદેશની વાતો કરે છે. દેશ અને રાજ્યમા પુરતો જથ્થો ફળવાયો નથી અને વેક્સિનની અછતના કારણે બે ડોઝ વચ્ચેનો ગાળો પણ વધારવો પડ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન સામે કોંગ્રેસ નેતા ભરતસિંહે વળતો જવાબ આપ્યો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન સામે કોંગ્રેસ નેતા ભરતસિંહે વળતો જવાબ આપ્યો.

2022ની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન સામે કોંગ્રેસ નેતા ભરતસિંહે વળતો જવાબ આપતા જણવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી બંધારણીય ફરજ અદા કરવા બંધાયેલા છે. 2022ની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે અને ભાગલા પડાવી રાજ કરવાની શરૂઆત નીતિન ભાઈએ કરી છે અનેક લોકોએ દેશમાં રાજ કર્યું છે. અને તમામ ધર્મના લોકો થકી રાજ ચલાવવામાં આવ્યું છે. લોકશાહી ખતમ કરવા એલફેલ નિવેદનો આપી રહ્યા છે નીતિન પટેલ.

મનસુખ માડવીયાના વેક્સિન મામલાના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી.
મનસુખ માડવીયાના વેક્સિન મામલાના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી.

સરકારે પ્રજાની લાગણીઓને માન આપવું જોઈએ
આવનારા ગણેશ ઉત્સવને લઈને સરકારની ગાઈડલાઈન સામે ગણેશ મંડળોની નારાજગીના મામલે કોંગી નેતા ભરતસિંહે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપ બેધારી-બે મોઢાની વાત કરવા ટેવાયેલી છે. પોતે રેલી ચૂંટણી સભા કાર્યક્રમો કરે છે તો સરકારે પ્રજાની લાગણીઓને માન આપવું જોઈએ. લોકોને દબાવવાના બદલે છૂટછાટ આપવી જોઈએ અને દંભ રાખવાને બદલે વેક્સિન આપવામાં ધ્યાન આપવું જોઈએ. પ્રજાને પ્રાર્થના છે કે આવા દંભી લોકોને ઉઘાડા પાડવા આગળ આવવું જોઈએ.