પોર - કરજણ હાઈવે પર આવેલી આઈ માતા હોટલ પાસેથી સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી લઈને દારૂની 290 નંગ પેટી કબજે કરી હતી. પોલીસે ટ્રક ચલાવી રહેલા ક્લિનરની ધરપકડ કરી છે. જ્યારે ટ્રકનો ડ્રાઈવર પોલીસ ટ્રક રોકે તે પહેલા જ ઊતરી ગયો હતો. સ્ટેટ વિજિલન્સના દરોડાથી જિલ્લા પોલીસમાં હડકંપ મચી ગયો છે.
સ્ટેટ વિજીલન્સની ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે, અમને બાતમી મળી હતી કે, દારૂ ભરેલું કંટેનર આઈ માતા હોટલની પાછળની તરફ ઉભું છે. જેથી પોલીસે રવિવારે મોડી સાંજે સ્થળ પર દરોડો પાડતા કંટેનરમાંથી કુલ 290 નંગ દારૂની પેટી પકડાઈ હતી. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં મોકલવાનો હતો તે અંગેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે જ દારૂ પકડ્યો છે, તે દારૂની પેટી પર ફેસ્ટીવ પેકના સફેદ કલરના સ્ટિકર પણ લાગેલા છે.પોલીસે ઈમ્પીરીયલ બ્લ્યુ અને ઓલ સીઝન વિસ્કીનો જથ્થો મોટી સંખ્યામાં કબજે કર્યો હતો. જોકે આ દરોડાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી.
જિલ્લા પોલીસ વડાએ 35 વહીવટદારોની બદલી કરી હતી
જિલ્લા પોલીસ વડા રોહન આનંદે હોદ્દો સંભાળતાની સાથે જ વિવાદાસ્પદ અને આક્ષેપો ધરાવતા 35 વહીવટદારો અને કર્મચારીઓની શિક્ષાત્મક બદલી હેડ ક્વાર્ટરમાં કરી હતી. સ્વચ્છ છબી ધરાવનારા કર્મચારીઓને મહત્વની જગ્યાઓ પર નિમણુંક કરી હતી.તેમ છતા સ્ટેટ વિજીલન્સની ટીમે સપાટો બોલાવી દારૂનો મોટો જથ્થો ઝડપી લેતા જિલ્લા પોલીસ તંત્રમાં હડકંપ મચ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.