જુગારધામ પર દરોડો:નાગરવાડામાં સ્ટેટ વિજિલન્સની રેડ,14 જુગારી ઝડપાયા,3 વોન્ટેડ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નાગરવાડા નવીધરતીમાં રાણા બંધુનો જુગાર ધમધમતો હતો

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કારેલીબાગ પોલીસ મથકની હદમાં આવતા નાગરવાડા નવીધરતી વિસ્તારમાં ચાલતા રાણા બંધુઓના જુગારધામ પર દરોડો પાડી 14 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માહિતીના આધારે નાગરવાડા નવીધરતી વિસ્તારમાં દિવ્યેશ વિજય રાણા અને અમિત વિજય રાણાના જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો.

જેમાં સ્થળ પરથી 14 જુગારીઓ મળી આવ્યા હતા. પોલીસે કાંતિ પરમાર, પંકજકુમાર ચૌધરી, રાકેશ રાણા, ભરત રાણા, હિતેશ રાણા, જીતેન્દ્ર રાણા, ગોપાલ રાણા, અજય પટેલ, અશોક નેભવાણી, કૃષ્ણદેવ દુબે, નટવર નિનામા, જીગ્નેશ સુરેશ રાણા, દિનેશ પરમાર અને પરિમલ અવસ્થીને ઝડપી પાડ્યા હતા.

જોકે પોલીસને સ્થળ પરથી દરમિયાન ભૂપેન્દ્ર મોહન રાણા, દિવ્યેશ વિજય રાણા અને અમિત વિજય રાણા મળી આવ્યા નહતા, જેથી તેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. ટીમે બે વાહનો અને 7 મોબાઇલ મળી કુલ 1,09,115ની મતા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...