દારૂની હાટડીઓ પર દરોડા:ગૃહ રાજ્યમંત્રીની મુલાકાત ટાણે જ સ્ટેટ મોનિટરીંગ સેલે વડોદરામાં 220 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો, 2 આરોપીની અટકાયત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો - Divya Bhaskar
સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
  • સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડા પર દરોડા પાડીને વિદેશી દારૂ જપ્ત કર્યો
  • આરોપીઓની પૂછપરછ બાદ સેવાસી સ્થિત ફાર્મ હાઉસમાંથી પણ પણ દારૂનો જથ્થો મળ્યો

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રોજે રોજ લાખો રૂપિયાનો દારૂ પોલીસ પકડે છે. તેમ છતાં રાજ્ય બહારથી દારૂ ઘૂસાડવાનો સિલસિલો હજીએ યથાવત છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુલાકાત ટાણે જ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને સેવાસી સ્થિત બુટલેગરના ગોડાઉન ઉપર પણ દરોડો પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બે શખસની અટકાયત કરીને પુછપરછ
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે શહેરની મુલાકાતે આવ્યા છે, તે સમયે જ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ફતેગંજ સ્થિત દારૂના અડ્ડા ઉપર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે અંદાજીત 70 જેટલી વિદેશ દારૂની પેટીઓ મળી આવી હતી. તેમજ સ્ળથ પરથી બે શખસની અટકાયત કરીને પુછપરછ કરી હતી. આ દરમિયાન સેવાસી સ્થિત ફાર્મમાં દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાનું બંને શખસોએ કબૂલ્યું હતું

બુટલેગરના ગોડાઉન ઉપર પણ દરોડો પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
બુટલેગરના ગોડાઉન ઉપર પણ દરોડો પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

ફાર્મ હાઉસ પરથી પણ દારૂ મળ્યો
સયાજીગંજ પોલીસની ઊંઘ હરામ કર્યાં બાદ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ સેવાસી ખાતેના ફાર્મ હાઉસ પર પહોંચી હતી. જ્યાં અંદાજીત 150 ઉપરાંત દારૂની પેટીઓ મળી આવી હોવાનુ જાણવા મળ્યું છે. આમ સયાજીગંજ પોલીસની રહેમ નજર હેઠળ લાંબા સમયથી ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી વડોદરા પોલીસને ઉઘાડી પાડી દીધી હતી.

સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી વડોદરા પોલીસને ઉઘાડી પાડી દીધી
સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી વડોદરા પોલીસને ઉઘાડી પાડી દીધી

ગૃહ રાજ્યમંત્રીની મુલાકાત ટાણો પોલીસ એક્ટિવ થાય છે
10 દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા. તે દિવસે જ વડોદરાના હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસનો આરોપી અશોક જૈન અને અલ્પુ સિંધીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેને લઇને અનેક તર્કવિતર્કો ઊભા થયા હતા અને વડોદરામાં આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો હતો.

સેવાસીના ગોડાઉનનો માલિક મહેન્દ્ર પટેલ
સૂત્રોએ જણાવ્યું કે સેવાસીનું ગોડાઉન એક ફાર્મ હાઉસમાં છે અને તેનો માલિક મહેન્દ્ર પટેલ નામનો શખ્સ છે, જેથી પોલીસે તે કોણ છે તે મુદ્દે તપાસ કરી તેની શોધખોળ કરી હતી. પોલીસ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતા જાવેદ કેટલા સમયથી ધંધો કરતો હતો અને કયા અધિકારીની રહેમ નજર હતી તે મુદ્દે તપાસ શરૂ કરાઇ હતી.

જિલ્લામાં 50 લાખનો મુદ્દામાલ પકડાયો હતો
શનિવારે હાલોલ રોડ પર કોટંબી પાસેના શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નામચીન બૂટલેગર જગદીશ બિશ્નોઇનો 19.82 લાખનો દારૂ જિલ્લા એલસીબીએ ઝડપી 26.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે 4 દિવસ પહેલાં જગદીશે આત્મીય ઇન્ડ. પાર્કમાં છુપાવેલો 30 લાખનો દારૂ પકડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...