તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેડ:પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના દારૂ મુદ્દે આક્ષેપોના 48 કલાકમાં જ ફાર્મ હાઉસમાંથી 135 પેટી દારૂ ઝડપાયો

વડોદરાએક વર્ષ પહેલા
135 પેટી દારૂ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. - Divya Bhaskar
135 પેટી દારૂ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
  • ભીમપુરાના વૈભવી ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડી દારૂ સાથે બુટલેગરને ઝડપ્યો

વડોદરા નજીક ભીમપુરા પાસે આવેલા એક વૈભવી ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 135 પેટી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો ત્યારે ફાર્મ હાઉસમાં બુટલેગરો કારો લઇને વિદેશી દારૂ લેવા માટે આવ્યા હતા. જોકે, પોલીસને સ્થળ પરથી માત્ર એક બુટલેગરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા તાલુકા પોલીસ સામે સવાલો ઉભા થયા છે.

ફાર્મ હાઉસમાંથી બુટલેગરો દારૂ લઈ જાય તે પહેલાં જ રેડ પડી હતી.
ફાર્મ હાઉસમાંથી બુટલેગરો દારૂ લઈ જાય તે પહેલાં જ રેડ પડી હતી.

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા
મળેલી માહિતી પ્રમાણે સ્ટેટ મોનિટરીંગ સેલને વડોદરા નજીક ભીમપુરા ગામ પાસે એક ફાર્મ હાઉસમાં વિદેશી દારૂ લાવવામાં આવે છે. અને ત્યાંથી કટીંગ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા જ વિદેશી દારૂ લેવા માટે કાર લઇને આવેલા બુટલેગરોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, પોલીસને માત્ર એક બુટલેગરને જ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે ફાર્મ હાઉસમાંથી 135 પેટી વિદેશી દારૂ ઝડપી પાડી તાલુકા પોલીસના હવાલે કર્યો હતો. તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસની હદમાંથી મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો પકડાતા તાલુકા પોલીસ સામે સવાલો ઉભા થયા છે.

સ્થાનિક પોલીસની દારૂના મુદ્દે થતી કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
સ્થાનિક પોલીસની દારૂના મુદ્દે થતી કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

કોંગ્રેસ પ્રમુખના આક્ષેપ સાથે દારૂ ઝડપાયો
ઉલ્લેખનિય છે કે, કરજણ પેટા ચૂંટણીના પ્રચાર માટે આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ વડોદરા જિલ્લા સહિત ગુજરાતમાં દારૂની રેલમછેલ છે. અને તળીયાથી નળીયા સુધી હપ્તાઓ પહોંચતા હોવાના આક્ષેપો કર્યા હતા. જે આક્ષેપો સામે કરજણની જ પેટા ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના દારૂ અંગેના આક્ષેપો ફગાવી દીધા હતા. અને ગુજરાતમાં દારૂ મળતો ન હોવાનો બચાવ કર્યો હતો. ભાજપા અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નિવેદનોના 48 કલાકમાં જ સ્ટેટ મોનિટરીંગ સેલે વડોદરા નજીક આવેલા ભીમપુરા ફાર્મ હાઉસમાં દરોડો પાડી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડતા પ્રદેશ કોંગ્રેસના નિવેદનને સમર્થન મળ્યું છે.