વરણામા પોલીસની હદમાં આવેલા અણખી ગામના પુનિયાદી ફળિયામાં આવેલા મંદિરની બાજુમાં ધમધમતા વિદેશી દારૂના ધંધા પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂા.89,500નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જાહેરમાં દારૂ વેચતા બૂટલેગરો સંજય રાવજી પાટણવાડિયા અને કિશન વિઠ્ઠલ પાટણવાડિયાની ધરપકડ કરી હતી, જ્યારે નામચીન બૂટલેગર રણજીત કાભઇ પાટણવાડિયા ફરાર હોઇ તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે રૂા.1.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
LCB-વરણામા પોલીસ ઊંધતી ઝડપાઇ
હોળી-ધુળેટીના તહેવાર પૂર્વે વડોદરા િજલ્લામાં વાઘોડિયા અને સાવલીમાંથી 18 લાખનો દારૂ પકડાયો હતો. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલે અણખીમાં પોલીસની રહેમનજર હેઠળ ચાલતા દારૂના ધંધાને પકડી પાડતાં એલસીબી અને વરણામા પોલીસ ઊંધતી ઝડપાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.