તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:રાજ્યના આરોગ્ય વિભાગે વિવિધ શહેરોમાંથી 32 નિવાસી તબીબોને વડોદરા મોકલ્યા, વધુ 15 નિવાસી તબીબો ભાવનગરથી આવશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં 64 નર્સિંગ સહાયકોની સેવા ઉપલબ્ધ થઈ છે - Divya Bhaskar
વડોદરામાં 64 નર્સિંગ સહાયકોની સેવા ઉપલબ્ધ થઈ છે
  • કોરોના સંકટમાં રાજ્યનો આરોગ્ય વિભાગ વડોદરાની વહારે આવ્યો

કોરોના સંકટને અનુલક્ષીને રાજ્યનો આરોગ્ય વિભાગ વડોદરાની વહારે આવ્યો છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આ અંગે જણાવ્યું કે, અમારી વિનંતીનો તત્કાળ પ્રતિસાદ આપતા આરોગ્ય વિભાગે 32 જેટલા નિવાસી વડોદરા શહેરમાં મોકલી આપ્યા છે. વધુ 15 તબીબોને ભાવનગરથી વડોદરા પહોંચવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 64 નર્સિંગ સહાયકોની સેવા ઉપલબ્ધ થઈ છે અને હાલમાં માનવ સંપદા વિષયક કોઈ મુશ્કેલી નથી.

ગોત્રી હોસ્પિટલમાં 408 દર્દી સારવાર લઇ રહ્યા છે
ખાસ ફરજ પરના અધિકારી(OSD) ડો. વિનોદ રાવે આજે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અહીં 408 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. બેડ, વેન્ટિલેટર, દવાઓ, ઉપકરણો અને કર્મચારીઓની કોઈ અછત નથી.

ડો. વિનોદ રાવે આજે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી
ડો. વિનોદ રાવે આજે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી

તાકિદની પરિસ્થિતિ માટે નિયંત્રણ કક્ષ શરૂ થશે
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની વધેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને તાકીદની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કોવિડ આઇસીયુની સામે નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવશે. 24 કલાક કાર્યરત રહેનારા આ નિયંત્રણ કક્ષમાં બાયો મેડિકલ ઇજનેર, ફાયરમેન ઈલેક્ટ્રીશિયન, પ્લમ્બર અને અન્ય કર્મચારીઓ ઉપલબ્ધ રહેશે.

ગોત્રી હોસ્પિટલમાં હાલ 54 દર્દી વેન્ટિલેટર પર છે
વધુમાં ગોત્રી હોસ્પીટલમાં ઉપલબ્ધ 100 પૈકી 54 વેન્ટિલેટર પર દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે જે પૈકી 2 ઇનવેઝિવ અને 52 બાયપેપ મોડ પર છે.આઇસીયુના 133 બેડ પર દર્દીઓ છે અને 67 બેડ ઉપલબ્ધ( ખાલી) છે.

ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત લઈને કોરોના સારવાર ની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી
ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત લઈને કોરોના સારવાર ની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી

ખાસ ફરજ પરના અધિકારીએ સયાજી હોસ્પિટલ ની મુલાકાત લીધી
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત લઈને કોરોના સારવાર ની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કુલ 305 દર્દીઓ સારવાર હેઠળ છે. તે પૈકી આઇસીયુ માં 109 દર્દીઓ છે. હાલમાં આઇસીયુ ના 91 સહિત કુલ 270 બેડ ખાલી છે. અહીં 5 દર્દીઓ ઇનવેઝીવ વેન્ટિલેટર પર અને 56 બાય પેપ મોડ પર છે અને 39 વેન્ટિલેટર ખાલી છે.

78 નર્સિંગ સહાયકો સેવામાં જોડાયા
અત્રેના એમ.ડી.ના વિદ્યાર્થીઓ પાસે થી વધારાના નિવાસી તબીબો તરીકે સેવા લેવામાં આવી રહી છે અને 78 નર્સિંગ સહાયકો સેવામાં જોડાયા છે. સહાયક કર્મચારીઓમાં વધારો કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો