• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 'State Government To Launch Web Portal For Career Guidance In Gujarat', Education Minister's Announcement In Virtual Program In Vadodara

કારકિર્દી માર્ગદર્શન શિબિર:'ગુજરાતમાં કારકિર્દી માર્ગદર્શન માટે રાજ્ય સરકાર વેબ પોર્ટલ શરૂ કરશે', વડોદરામાં વર્ચ્યુઅલી કાર્યક્રમમાં શિક્ષણમંત્રીની જાહેરાત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (ફાઇલ તસવીર) - Divya Bhaskar
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (ફાઇલ તસવીર)
  • પોતાના રુચિના વિષયને જ પોતાનો વ્યવસાય બનાવવો જોઈએઃ CM

ગુજરાતમાં 'નવી દિશા નવું ફલક' અંતર્ગત ગુજરાત રાજ્ય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ યોગ્ય દિશામાં કારકિર્દી બનાવી શકે તેવા ઉમદા હેતુથી વડોદરાના સયાજીનગર ગૃહ ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. જેનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ લાભ લીધો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ઓનલાઇન માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યે 100 ટકા એનરોલમેન્ટ સુનિશ્ચિત કર્યું છે તેમજ ગુણવત્તાયુક્ત શિક્ષણ, સર્વાંગી વિકાસ, ઇનોવેશન તેમજ તથા આત્મનિર્ભરતાને પ્રોત્સાહિત કરવામાં આવે છે. મંત્રીએ ટૂંક સમયમાં કારકિર્દી માર્ગદર્શન માટે વેબ પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે તેવી ઓનલાઈન જાહેરાત કરી હતી.

ખુબ માંગ હોય તેવા વિષયોને પસંદ કરવા પર CMએ ભાર મૂક્યો
વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી,વડોદરાની કચેરી દ્વારા આ કાર્યક્રમ સંકલિત રીતે યોજવામાં આવ્યો હતો અને હવે પછી વડોદરા જિલ્લાના તાલુકાઓમાં 8 જગ્યાઓએ જૂન મહિનામાં આ પ્રકારની શિબિરો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આજના આધુનિક યુગ માં યોગ્ય કારકિર્દી કેવીરીતે પસંદ કરવી તેમજ ભવિષ્યલક્ષી તકો કયા વિષય માં હશે તે વિષે પુરતી માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. તેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, વિવિધ વિષયોના શિક્ષણવિદ, શિક્ષકો, ઔદ્યોગિક તાલિક કેન્દ્રના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ ઓનલાઇન માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓએ , પોતાના રુચિના વિષયને જ પોતાનો વ્યવસાય બનાવવો જોઈએ તથા ભવિષ્યમાં ખુબજ માંગ હોય તેવા વિષયોને પસંદ કરવા પર ખાસ ભાર મુકતા, ગુજરાતના વધુમાં વધુ યુવાનો સ્ટાર્ટ અપ, આંત્રપ્રેન્યોરશિપ તેમજ સંશોધન જેવી પ્રવૃતિઓમાં રસ દાખવીને કારકિર્દી બનાવે તેમાટે પ્રોત્સાહિત કર્યાં હતાં.

વડોદરાના સયાજીનગર ગૃહ ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાઈ હતી.
વડોદરાના સયાજીનગર ગૃહ ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાઈ હતી.

વાઈસ ચાન્સેલરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
મુખ્ય પ્રવક્તા એમ. એસ. યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર પ્રો. ડૉ. વી.કે. શ્રીવાસ્તવે યુનિવર્સીટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો તથા કારકિર્દી અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું, વિદ્યાર્થીઓ તથા શિક્ષણવિદો સાથે સંવાદ તેમજ પ્રશ્નોત્તરીનુ આયોજન કરવામાં આવ્યું હતું. મેયર કેયુર રોકડિયાએ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો તથા માર્ગદર્શન આપ્યું હતું. તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર અતુલ ગોર તેમજ ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ હજારો યુવાનો માટે પ્રેરણા દાયી બન્યો તથા વિદ્યાર્થી તથા વાલીઓના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ માટે ખરા અર્થમાં માર્ગદર્શક પુરવાર થયો હતો.

તમામ તાલુકાઓ કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી દિશા..નવું ફલકની પહેલ હેઠળ માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓની કારકિર્દીને યોગ્ય દિશા આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને શિક્ષણ અને વ્યવસાયમાં કારકિર્દીની ઉપલબ્ધ તકોની માહિતી આપવામાં આવે છે અને આ વિષયની તેમની મૂંઝવણોનું સમાધાન વિષય તજજ્ઞો ની મદદથી કરવામાં આવે છે.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ શિબિરનો લાભ લીધો
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ શિબિરનો લાભ લીધો

તાલુકા કક્ષાએ તજજ્ઞો માર્ગદર્શન આપશે
તેના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમ પછી હવે જૂનના પહેલા અઠવાડિયામાં વિવિધ ખાતાઓ અને શિક્ષણ સંસ્થાઓનો સહયોગ લઈને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાલુકાઓની શાળાઓમાં કારકિર્દી માર્ગદર્શન શિબિરો યોજવામાં આવી છે. આ શિબિરોમાં રોજગાર અને તાલીમ વિભાગ, ટેક્નિકલ શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા કૃષિ અને પશુપાલન વિભાગના તજજ્ઞો માર્ગદર્શન આપશે.

ક્યાં ક્યાં યોજાશે કારકિર્દી માર્ગદર્શન શિબિર
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કેળવણી નિરીક્ષક મુકેશ પાંડેએ આપેલી જાણકારી પ્રમાણે પહેલી જૂનના રોજ સાવલી ખાતે હાઈસ્કૂલમાં, બીજી જૂનના રોજ એન.જી.શાહ હાઈસ્કૂલ, વાઘોડિયા અને એમ.કે.શાહ હાઈસ્કૂલ,ડેસરમાં, ત્રીજીના રોજ ગુરુ મુગટરામ હાઈસ્કૂલ, મંજુસર અને ઝેન સ્કૂલ,પાદરામાં, ચોથી મેના રોજ જે.સી.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, શિનોર ખાતે અને 6 તારીખે જુનિયર સાયન્સ કોલેજ,ડભોઇ અને કરજણ તાલુકાના દેથાણ ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિબિરો રાખવામાં આવી છે.કાર્યક્રમના સુચારુ આયોજન માટે કન્વીનર અને સહ કન્વીનરોની નિયુક્તિ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...