રૂપાણી સરકારના 5 વર્ષ:રાજ્ય સરકારે જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં વડોદરા જિલ્લાની 140 સ્કૂલોને લેપટોપ-પ્રોજેક્ટર સહિતના શૈક્ષણિક સાધનોથી સુસજ્જ કરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જ્ઞાનકુંજ પ્રોજેકટ વડોદરા જિલ્લાની 140 શાળાઓમાં કાર્યરત કરવામાં આવ્યો છે - Divya Bhaskar
જ્ઞાનકુંજ પ્રોજેકટ વડોદરા જિલ્લાની 140 શાળાઓમાં કાર્યરત કરવામાં આવ્યો છે
  • શાળાઓને વધુ સુવિધાજનક અને સુરક્ષિત બનાવવા 58 શાળાઓની મરામત કરાઇ
  • વડોદરા શહેર અને જિલ્લામાં આવતીકાલે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી થશે

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓને ટેકનોલોજી અને શૈક્ષણિક સાધનોથી સુસજ્જ કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લાની જિલ્લા પંચાયત હસ્તક કુલ 1,053 શાળાઓમાં સમગ્ર શિક્ષા દ્વારા ટેક્નોલોજી આધારિત વિવિધ પ્રકલ્પો થકી શિક્ષણની ગુણવત્તામાં અભિવૃદ્ધિ થાય એ અંગે પ્રયત્ન થઇ રહ્યા છે. જ્ઞાનકુંજ પ્રોજેકટ વડોદરા જિલ્લાની 140 શાળાઓમાં કાર્યરત કરવામાં આવ્યો છે.

સ્કૂલોને લેપટોપ-પ્રોજેક્ટર સહિતના શૈક્ષણિક સાધનોથી સુસજ્જ કરાઇ છે
સ્કૂલોને લેપટોપ-પ્રોજેક્ટર સહિતના શૈક્ષણિક સાધનોથી સુસજ્જ કરાઇ છે

સ્કૂલોને 337 લેપટોપ, 337 પ્રોજેક્ટર અપાયા
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પ્રાથમિક શાળાઓને ધો-7 અને 8ના વર્ગ દીઠ 1 લેખે 337 લેપટોપ, 337 પ્રોજેક્ટર, 190 ઇન્ફ્રારેડ કેમેરા, 190 ડિજિટલ પેન, 337 સ્પીકર, 190 વ્હાઈટ બોર્ડ, 190 વાયરલેસ બ્રોડબેન્ડ રાઉટર, 294 વ્હાઈટ બોર્ડ પેન તેમજ 147 ઇન્ટરેકટીવ વ્હાઈટ બોર્ડ આપવામાં આવ્યા છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં પ્રાથમિક શાળાઓમાં ધો-7 અને 8ના વર્ગોમાં ટેક્નોલોજીના વિવિધ સાધનો જેવા કે પ્રોજેક્ટર, ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, વ્હાઈટ બોર્ડ, વાઈ-ફાઈ રાઉટર- એકસ્ટેન્ડરની મદદથી શીખવા-શીખવવાની પ્રક્રિયા અને વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીમાં અભિવૃધ્ધિ કરવા માટે તેમજ સ્કૂલ ડીઝિટાઈઝેશન માટે રાજ્ય સરકાર દ્વારા આ ટેક્નિકલ સાધનો પ્રાથમિક શાળાઓને પ્રદાન કરવામાં આવ્યા છે.

શાળાઓને વધુ સુવિધાજનક અને સુરક્ષિત બનાવવા 58 શાળાઓની મરામત કરાઇ
શાળાઓને વધુ સુવિધાજનક અને સુરક્ષિત બનાવવા 58 શાળાઓની મરામત કરાઇ

58 શાળાઓને મરામત દ્વારા સુવિધાજનક બનાવવામાં આવી
5 વર્ષ આપણી સરકારના અન્વયે આવતીકાલે વડોદરા શહેર અને જિલ્લામાં જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી થવાની છે. રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં સુવિધા વૃદ્ધિને અગ્રતા આપી છે. જેના અનુસંધાને વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચના ચૌધરીએ જણાવ્યું કે, ગયા વર્ષે જિલ્લાની એક શાળાને નવેસરથી બાંધવામાં આવી છે અને પ્રાથમિક શાળાઓમાં 32 નવા ઓરડાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

વડોદરા શહેર અને જિલ્લામાં આવતીકાલે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી થશે
વડોદરા શહેર અને જિલ્લામાં આવતીકાલે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી થશે

119 જેટલા શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું
પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા અને બાળ આરોગ્યની જાળવણી માટે કુલ 119 જેટલા શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કન્યાઓ માટે 28, કુમારો માટે 21 અને દિવ્યાંગ બાળકોની સુવિધા સાચવવા 70 શૌચાલયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શાળાઓને વધુ સુવિધાજનક અને સુરક્ષિત બનાવવા 58 શાળાઓની મરામત કરવામાં આવી છે. જ્યારે મધ્યાહન ભોજન યોજના માટે 5 નવા શેડ બાંધવાની સાથે હાલના 51 શેડનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...