પોલિટિકલ:મધુ શ્રીવાસ્તવે કરેલા નિવેદનને રાજ્ય ચૂંટણી પંચની ક્લીનચીટ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ચૂંટણી પંચ દ્વારા રિપોર્ટ સબમિટ કરાયો હતો
  • કોઈ ગ્રૂપ-વ્યક્તિને ટાર્ગેટ ન કરાયાનો રિપોર્ટ

વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવના નિવેદનને લઈ ચૂંટણી પંચે ક્લીનચીટ અપાઈ છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, મધુ ક્ષીવાસ્તવને ચૂંટણી પંચે ક્લીનચીટ આપી છે. રિપોર્ટમાં મધુ શ્રીવાસ્તવ દ્વારા કોઈ ગ્રૂપ કે વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવ્યો નથી. ઉપરાંત કાલ્પનિક વાતો હોવાનું તારણ નીકળ્યું છે. વાઘોડિયાના ઉમેદવારે જાહેરમાં કરેલી ધમકીને લઈ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, મધુ શ્રીવાસ્તવના નિવેદનને લઈ રાજ્ય ચૂંટણી પંચે તમામ બાબતોને જોયા બાદ સુઓમોટો દાખલ કરવાની કવાયત કરાઈ હતી. મધુ શ્રીવાસ્તવે પોતાના સમર્થકોને સંબોધતાં જણાવ્યું હતું કે, મારો કોલર પકડવાનો પ્રયાસ કરશે અથવા મારા કાર્યકરોને કોઇ હાથ લગાવશે, તો તેમના ઘરમાં જઇને ગોળીઓ મારીશ. મધુ શ્રીવાસ્તવે સભામાં ખુલ્લેઆમ ધમકી આપતાં ચૂંટણી તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી. કેન્દ્રીય પંચ સમક્ષ આ તમામ બાબતોનો રિપોર્ટ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...