તાલીમાર્થીઓના બાળકો માટે ઘોડીયા ઘર:રાજ્યના DGP આશિષ ભાટીયાએ પોલીસ તાલીમ શાળા ખાતે ઘોડીયા ઘરનો પ્રારંભ કરાવ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાલીમાર્થીઓના બાળકોને તબીબી સારવાર, પોષણક્ષમ આહાર અને રમકડાં, ઘોડીયા સહિત ઘર જેવું વાતાવરણ મળી રહેશે - Divya Bhaskar
તાલીમાર્થીઓના બાળકોને તબીબી સારવાર, પોષણક્ષમ આહાર અને રમકડાં, ઘોડીયા સહિત ઘર જેવું વાતાવરણ મળી રહેશે
  • પોલીસ તાલીમ શાળાની 22 મહિલા તાલીમાર્થીઓ બાળકોની માતા છે
  • આ પૈકી 8 બહેનોના બાળકો ખૂબ નાના છે જેમની સંભાળ લેવાનું સરળ બનશે
  • તાલીમાર્થીઓના બાળકોને તબીબી સારવાર, પોષણક્ષમ આહાર અને રમકડાં, ઘોડીયા સહિત ઘર જેવું વાતાવરણ મળી રહેશે

રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટીયાએ પોલીસ મહાનિર્દેશક(તાલીમ) વિકાસ સહાય, વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉ.શમશેરસિંઘની ઉપસ્થિતિમાં વડોદરા સ્થિત પોલીસ તાલીમ શાળા ખાતે ઘોડીયાઘરનો પ્રારંભ કરવામાં હતો. તેમણે દીપ પ્રાગટ્ય કરી આ ઘોડીયા ઘરને પોલીસ કર્મચારીઓના બાળકો માટે ખૂલ્લું મૂક્યું હતુ.

મહત્વનું છે કે, પ્રવર્તમાન સમયે પોલીસ સહિતના વિભાગો અને ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રદાન નોંધનીય છે. મહિલાઓની સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓની સાથે કારકિર્દી સહિતના અનેકવિધ પાસઓ પર ઉમદા યોગદાન આપી રહ્યા છે. આવા સમયે પોલીસ વિભાગમાં પણ મહિલા પોલીસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. મહિલા પોલીસ કર્મચારીઓને તાલીમ અને ફરજના ભાગરૂપે જવાનું થતું હોય છે ત્યારે તેમના બાળકોની કાળજી અને સારસંભાળ પૂરતી રીતે લેવામાં આવે અને બાળકની ચિંતા વિના માતા પોતાની રાષ્ટ્ર રક્ષાની ફરજ પણ પૂર્ણ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે ઘોડીયાઘરનો પ્રારંભ વડોદરા સ્થિત પોલીસ તાલીમ શાળાના મહિલા બેરેકમાં કરવામાં આવ્યો છે.

રાજ્યના DGP આશિષ ભાટીયાએ પોલીસ તાલીમ શાળા ખાતે ઘોડીયા ઘરનો પ્રારંભ કરાવ્યો
રાજ્યના DGP આશિષ ભાટીયાએ પોલીસ તાલીમ શાળા ખાતે ઘોડીયા ઘરનો પ્રારંભ કરાવ્યો

મહિલા તાલીમાર્થીઓને તાલીમના ભાગરૂપે આઉટડોર અને ઇન્ડોર તાલીમ હોય છે જે મોટાભાગે દિવસ દરમિયાનની હોય છે, આ સમય દરમિયાન બાળકની સારસંભાળ આ ઘોડીયા ઘરમાં લેવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘોડીયા ઘરમાં ઘોડીયા, બાળકો માટે વિવિધ રમકડાઓ, રંગબેરંગી ચિત્રો, આકર્ષક દિવાલો સહિતનું સુશોભન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નવીન ઘોડીયા ઘર પ્રાથમિક રીતે પોલીસ કલ્યાણ નિધીમાંથી અંદાજે રૂ.૨ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. મહિલા કર્મચારીઓ કામ કરતી હોય અને વધુ સંખ્યામાં બાળકો હોય એવી જગ્યાઓ ઘોડિયા ઘરો શરૂ કરવાની ભારત સરકારની યોજના છે.તેના હેઠળ પોલીસ વિભાગમાં જરૂર હોય તેવા સ્થળોએ ઘોડિયાઘર ( ક્રેશ) શરૂ કરવા મહિલા અને બાળ વિભાગ સાથે પરામર્શ કર્યો છે.

પોલીસ તાલીમ શાળાની 22 મહિલા તાલીમાર્થીઓ બાળકોની માતા છે
પોલીસ તાલીમ શાળાની 22 મહિલા તાલીમાર્થીઓ બાળકોની માતા છે

33 ટકા મહિલા અનામતને લીધે પોલીસ દળમાં મહિલાઓની સંખ્યા વધી છે ત્યારે પોલીસ સ્ટેશનોમાં શરૂ કરવામાં આવી રહેલા ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર પણ પોતાના બાળકોની સંભાળ લેવાની સાથે ફરજ બજાવવામાં મહિલા પોલીસ કર્મીઓને ઉપયોગી થશે.

હાલમાં પોલીસ તાલીમ શાળા વડોદરા ખાતે 44 મહિલાઓ સહિત કુલ 71 હથિયારી લોક રક્ષક તાલીમાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે. જેમાંથી 22 મહિલા તાલીમાર્થીઓ બાળકની માતા પણ છે. ગુજરાત પોલીસમાં પાયાની તાલીમ લઇ રહ્યા છે તેવા આઠ મહિલાઓ સંસ્થા ખાતે પાયાની તાલીમ અંતર્ગત ફરજ પર છે. આથી તે ફરજ પર હોય તેવા સમયે તેમના બાળકોને જરૂરી તબીબી સારવાર, પોષણક્ષમ આહાર અને રમકડાં, ઘોડીયા સહિત ઘર જેવું વાતાવરણ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે ઘોડીયા ઘરનો પ્રારંભ વડોદરા પોલીસ તાલીમ શાળા ખાતે કરવામાં આવ્યો છે.

આ પૈકી 8 બહેનોના બાળકો ખૂબ નાના છે જેમની સંભાળ લેવાનું સરળ બનશે
આ પૈકી 8 બહેનોના બાળકો ખૂબ નાના છે જેમની સંભાળ લેવાનું સરળ બનશે

કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇ સહિત પોલીસ અધિકારી સર્વશ્રી ભાભોર, વાળા, પારેખ, કણસાગરા, આહિર, ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ, પોલીસ વિભાગના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...