તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • State BJP President C.R. Patil's Election Campaign In Vadodara Says Government Has No Control Over Skyrocketing Prices Of Petrol And Diesel And Gas Cylinders

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો વડોદરામાં ચૂંટણી પ્રચાર, કહ્યું: પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ પર સરકારનું કોઇ નિયંત્રણ નથી

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
વડોદરામાં સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી - Divya Bhaskar
વડોદરામાં સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી
 • હલ્દી કુમકુમના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે હાજરી આપી
 • મધુ શ્રીવાસ્તવ અંગે ગોળ ગોળ જવાબો આપીને વાતને ટાળી દીધી

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે આજે વડોદરા આવ્યા હતા. જ્યાં સી.આર પાટીલ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ પર સરકારનું કોઇ નિયંત્રણ નથી, કારણ કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓપન થઈ ગયા હોવાથી ભાવ વધી રહ્યા છે.

હલ્દી કુમકુમના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે હાજરી આપી
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં-9માં શ્રી સાંઇનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હલ્દી કુમકુમના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે હાજરી આપી હતી. ભાજપ કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સી.આર પાટીલ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ બે ફિગર પણ પાર કરી નહીં શકે, જોકે, વડોદરા શહેર ભાજપ પ્રમુખ દ્વારા કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરવામાં આવી રહી છે, જે પ્રદેશ પ્રમુખના નિવેદનથી શક્ય લાગતું નથી.

હલ્દી કુમકુમના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે હાજરી આપી હતી
હલ્દી કુમકુમના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે હાજરી આપી હતી

વડોદરામાં બ્રિજ માટે 225 કરોડ મંજૂર કરાયા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા જે વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા છે, તેનું વર્ણન કરવાની જરૂર નથી. વડોદરા શહેર માટે રૂપિયા 225 કરોડનો ઓવરબ્રિજ પણ મંજૂર કરવામાં આવ્યો છે સામાન્ય રીતે સરકાર દ્વારા 100 કરોડ જ મંજૂર કરવામાં આવે છે, પરંતુ, વડોદરાની શહેરને ધ્યાનમાં રાખીને 225 કરોડ મંજૂર કરાયા છે, જેનું કામ થઈ રહ્યું છે. આગામી 5 વર્ષમાં નવા મિશન સાથે સત્તા પર બેસે અને પ્રાથમિક સુવિધાઓ સહિતના વિકાસલક્ષી કામો પૂર્ણ કરશે. ભાજપ દ્વારા જે પણ મેનિફેસ્ટોમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે કામ કરશે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા ને કોઈ ગંભીરતાથી લેતું નથી.

પાટીલની સભામાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
પાટીલની સભામાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

મધુ શ્રીવાસ્તવ અંગે ગોળ ગોળ જવાબો આપ્યા
કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપા સામે બાંયો ચઢાવી હતી તે અંગે સી.આર.પાટીલે ગોળ ગોળ જવાબો આપી વાતને ટાળી દીધી હતી.

મધુ શ્રીવાસ્તવ અંગે ગોળ ગોળ જવાબો આપીને વાતને ટાળી દીધી હતી
મધુ શ્રીવાસ્તવ અંગે ગોળ ગોળ જવાબો આપીને વાતને ટાળી દીધી હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો