તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Starting Vaccination Of Citizens In The Age Group Of 18 To 44 In Rural Areas Of Vadodara District, 5 Thousand Youths Will Be Vaccinated Daily.

રસીકરણ:વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 18થી 44 વય જૂથના નાગરિકોને રસી આપવાનો પ્રારંભ, રોજ 5 હજાર યુવાઓને રસી અપાશે

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ્ય વિસ્તારોમાં 18થી 44 વર્ષ વય જુથના તમામ વ્યક્તિઓને કોવિડ-19 રસી આપવાનો પ્રારંભ થયો - Divya Bhaskar
ગ્રામ્ય વિસ્તારોમાં 18થી 44 વર્ષ વય જુથના તમામ વ્યક્તિઓને કોવિડ-19 રસી આપવાનો પ્રારંભ થયો
  • 18થી 44 વય જૂથના અંદાજે 7.50 લાખ નાગરિકો છે, અત્યાર સુધીમાં 4.05 લાખ લોકોનું રસીકરણ થયું
  • વડોદરા જિલ્લામાં યુવાનોને રસી મૂકવા 25 કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 18થી 44 વર્ષ વય જુથના તમામ વ્યક્તિઓને કોવિડ-19 રસીવડોદરા જિલ્લામાં યુવાનોને રસી મૂકવા 25 કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા આપવાનો પ્રારંભ થયો છે. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 25 વેક્સિનેશન સાઇટનું આયોજન કરવામાં આવ્યું છે એવી જાણકારી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, એક સાઇટ પર 200 લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવશે. વેક્સિનેશન માટે તમામ લાભાર્થીઓએ ઓનલાઈન CoWIN પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યાં બાદ સ્લોટ બુક કરાવવાનો રહેશે. તમામ નાગરીકોને ખાસ જણાવવાનું કે, 18થી 44 વર્ષ માટે સ્થળ પર રજીસ્ટ્રેશન થઈ શકશે નહી. જ્યારે 45થી વધુ ઉંમરના નાગરિકોનું રસીકરણ પણ 25 કેન્દ્રો ખાતે રાબેતા મુજબ ચાલુ રહેશે.

વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં 4.05 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને ઉમેર્યું હતું કે, વડોદરા જિલ્લામાં 18થી 44 વય જૂથના 7.50 લાખ નાગરિકો છે. વડોદરા જિલ્લાના 25 રસીકરણ કેન્દ્રો પરથી દરરોજ 200 લેખે 5 હજાર નાગરિકોને રસી આપવાનું અસરકારક આયોજન કરવામાં આવ્યું છે. આમ જિલ્લામાં 18થી 44 અને 45થી વધુ વય ધરાવતા લોકો સહિત રોજ 10 હજાર લોકોને રસી આપવામાં આવશે. વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં 4.05 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.જેમાં ગ્રામજનોનો વ્યાપક સહયોગ મળ્યો હતો આવો જ સહકાર યુવા સમુદાયના રસીકરણમાં મળી રહેશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

વડોદરા જિલ્લામાં યુવાનોને રસી મૂકવા 25 કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે
વડોદરા જિલ્લામાં યુવાનોને રસી મૂકવા 25 કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે

દરરોજ સાંજે પાંચ કલાકે સ્લોટ ઓપન થશે
તેમણે ઉમેર્યું કે 18થી 44 વય જૂથના નાગરિકો માટે દરરોજ સાંજે પાંચ કલાકે સ્લોટ ઓપન થશે.જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ સેશન સાઈટ ફાળવવામાં આવશે અને ત્યાંથી રસી મૂકવાની રહેશે. ડો. જૈને ઉમેર્યું કે કોરોના સામે રક્ષણ આપતી કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધા બાદ 84 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે. જ્યારે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ પછી બીજો ડોઝ લેવાનો રહેશે.

એક સાઇટ પર 200 લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવશે
એક સાઇટ પર 200 લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવશે

ધાત્રી માતાઓ પણ કોરોના રસી મૂકાવી શકશે
કોરોનાગ્રસ્ત થયેલ દર્દીઓ ત્રણ માસ પછી રસી મૂકાવી શક્શે. ધાત્રી માતાઓ પણ કોરોના રસી મૂકાવી શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, અગ્રણી અશ્વિનભાઈ પટેલ, કલેક્ટર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...