યોગા / પિતાના કહેવાથી યોગ શરૂ કર્યો, નૃત્ય-અભ્યાસમાં શીખર સર કર્યાં

Started yoga at the behest of father, peaked in dance-study
X
Started yoga at the behest of father, peaked in dance-study

  • પિતા-પુત્રી રોજ સાથે જ યોગાસનો કરે છે

દિવ્ય ભાસ્કર

Jun 21, 2020, 04:00 AM IST

વડોદરા. વડોદરાના પ્રમોદ ખત્રી અને તેમની દીકરી ધ્વનિ યોગ સાથે જોડાયેલા છે. ધ્વનિએ જણાવ્યું હતું કે, હું 7 વર્ષ હતી ત્યારથી સંગીત સાથે પણ જોડાયેલી છું. પહેલાં મને સંગીત અને નૃત્યમાં રસ ન હતો. માતા-પિતાની ઈચ્છાથી હું શીખતી હતી. હવે સંગીતમાં ડિપ્લોમાના ચોથા વર્ષમાં અભ્યાસ કરું છું. ભરતનાટ્યમમાં કર્યું, અને માસ્ટર્સની ડિગ્રી કરું છું.

અભ્યાસમાં અને જીવનના તણાવથી યોગ થકી જ મુક્તિ મળી
મારા પિતાએ મારી માતાને અસ્થમાની બીમારીનું નિદાન થયું ત્યારથી યોગ કરવાનું શરૂ કર્યું. મારા માતા-પિતા વર્ષોથી યોગ સાથે જોડાયેલા છે. તેથી તેમને જોઇને મને પણ યોગ કરવાની પ્રેરણા મળી. ભરતનાટ્યમમાં ઘણી એવી મુદ્રાઓ છે જેમાં બેલેન્સ જરૂરી હોય છે. હું યોગ કરતી ન હતી ત્યારે બેલેન્સીંગમાં તકલીફ હતી. પરંતુ પિતાના કહેવાથી યોગ કર્યો તો ફીટ રહીને ડાન્સ કરી શકું છું. યોગને કારણે તમામ તણાવ મુક્ત થયો. સંગીત સાથે મનથી જોડાઇ. જેટલું પણ યોગનું જ્ઞાન છે તે મારા પિતાએ જ આપ્યું છે. અભ્યાસમાં અને જીવનના તણાવથી યોગ થકી જ મુક્તિ મળી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી