માંગ:ધાર્મિક-પ્રવાસન સ્થળોના વિકાસના પ્રોજેક્ટ શરૂ કરો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના ધારાસભ્યોની સંકલન સમિતિ-પ્રવાસન સમિતિની બેઠકમાં પડતર પ્રશ્નો ઉકેલવાની ચર્ચા

જિલ્લાના ધારાસભ્યોની સંકલન સમિતિ અને પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વડોદરા જિલ્લાનાં ધાર્મિક સ્થાનો અને જોવાલાયક સ્થળોના વિકાસના પ્રોજેક્ટોનો ઝડપી અમલ કરવા રજૂઆત કરાઈ હતી. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું કે, રેલવે કોરિડોર, એક્સપ્રેસ વેની કામગીરીને ધ્યાનમાં રાખી મુખ્ય રસ્તા બંધ થઈ જાય તેવી સ્થિતિ છે તે અંગે જે તે વિભાગ સાથે ચર્ચા કરી લોકોને મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવા માગ કરી હતી. ખેડૂતોને વહેલી તકે વીજ કનેક્શન મળે તેવી સૂચના અપાઈ હતી.

ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાએ જણાવ્યું કે, ડભોઇ નજીક પ્રવાસન સ્થળ વઢવાણા તળાવનો મુખ્ય રસ્તો કેટલાક વર્ષોથી બનાવાતો નથી, જે વહેલી તકે બનાવાય. જે અંગે વહીવટી તંત્રે સ્પષ્ટતા કરી હતી કે, આ અંગેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે અને ચોમાસા પહેલાં રસ્તો બની જાય તેવી શક્યતા છે.

ધારાસભ્યે જણાવ્યું કે, તેન તળાવના બ્યૂટિફિકેશન માટે બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ આજ સુધી તેનો અમલ શરૂ થયો નથી તેમજ ચાણોદથી કરનાળી સુધીનો 23 મીટરનો ઘાટ બનાવવામાં પણ વિલંબ થઈ રહ્યો છે, તેમાં અંદાજ કરતાં વધુ 10 કરોડનો ખર્ચ થશે તેવી શક્યતા છે, તેની મંજૂરીને લીધે આ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ ઉપરાંત ગઢ ભવાની મંદિરના વિકાસ માટે 3 કરોડની રકમ ફાળવવામાં આવી છે તો આ ધાર્મિક સ્થાનો પણ ઝડપી વિકાસ કરવામાં આવે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...