મદદ:જિંદગી હેલ્પલાઇન શરૂ, હતાશ થયેલા લોકોને માર્ગદર્શન આપશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેર પોલીસ કમિશનર દ્વારા હેલ્પલાઇન ખુલ્લી મૂકાઇ

રાજયના ગૃહવિભાગની સુચનાથી સુરક્ષા સેતું અંતર્ગત શહેર પોલીસ દ્વારા જિંદગી હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ સહિત જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને માનસિક રીતે પડી ભાંગેલા તથા હતાશ અને નિરાશામાં સરી પડેલા વ્યક્તિઓને આ હેલ્પલાઇન દ્વારા જરુરી માર્ગદર્શન અપાશે. પોલીસ કમિશનર ડો.શમશેરસિંગે બુધવારે આ હેલ્પલાઇનનો પ્રારંભ કરાવ્યો હતો. હેલ્પલાઇન નંબર 7069944100 તથા 1096 છે.

પોલીસે જણાવ્યું હતું કે આ હેલ્પલાઇન ચોવીસ કલાક અને સપ્તાહના સાતેય દિવસ કાર્યરત રહેશે. શહેર પોલીસ તથા વાન્દ્રેવલા ફાઉન્ડેશન અને એમ.એસ. યુનિવર્સિટીના સહયોગથી સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ તથા યુવાઓ સહિત જરૂરિયાતમંદ વ્યક્તિઓને હેલ્પલાઇન દ્વારા માર્ગદર્શન અપાશે. માનસિક રીતે પડી ભાંગેલા તથા હતાશ વ્યક્તિઓને માર્ગદર્શન અપાશે તથા પ્રશિક્ષિત કાઉન્સિલર દ્વારા કાઉન્સેલિંગ કરાશે. જિંદગી હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક વ્યક્તિના જીવનમાં ઉપસ્થિત થતી પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરે અને હકારાત્મક બને તે છે.

જિંદગી હેલ્પલાઇન માટે પોલીસ કર્મીઓને તાલીમ
જીંદગી હેલ્પલાઇન માટે શહેર પોલીસે વાન્દ્રેવલા ફાઉન્ડેશન અને એમ.એસ. યુનિવર્સિટીના સાયકોલોજી ડીપાર્ટમેન્ટ સાથે ટાઇઅપ કર્યું છે અને હેલ્પલાઇનમાં કાર્યરત પોલીસના પુરુષ અને મહિલા કર્મચારીઓને ખાસ તાલીમ પણ અપાઇ છે. તાલીમ અપાઇ છે. હાલ તો વર્ચ્યુઅલ કાઉન્સેલિંગ કરાશે. > ડો.શમશેરસિંઘ, પોલીસ કમિશનર

અન્ય સમાચારો પણ છે...