ભાસ્કર બ્રેકિંગ:પાલિકાના 75 પૈકીના 15 પ્લોટમાં વૃક્ષારોપણ સામે સ્થાયી ચેરમેન,કાઉન્સિલર આડા ઉતર્યા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અર્બન ફોરેસ્ટ ઊભું કરવા 75 પ્લોટ પર 6000 છોડવાનું પ્લાન્ટેશન કરવાનું આયોજન
  • સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલનો 5 પ્લોટમાં પ્લાન્ટેશન કરવા ધરાર ઇન્કાર

શહેરમાં અર્બન ફોરેસ્ટ ઊભું કરવા માટે પાલિકાની માલિકીના 75 પ્લોટ પર 6000 છોડવાનું પ્લાન્ટેશન કરવાનું આયોજન છે. જેમાં પ્લાન્ટેશન અને ત્યારબાદ ફેન્સિંગ કરવામાં આવશે. જોકે 75 પૈકીના 15 પ્લોટ એવા છે કે જેના પણ પ્લાન્ટેશન કરવા માટે પાલિકાના હોદ્દેદારો અને કાઉન્સિલરોએ ના પાડી છે. તો કેટલાક પ્લોટ પર રહીશો અને બિલ્ડરનો વિરોધ હોવાનું જાણવા મળ્યું છે. શહેરને ગ્રીન બનાવવા માટે પાલિકાના શહેરમાં આવેલા ગ્રીન બેલ્ટના 75 પ્લોટ પર અર્બન પ્લોટ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

જેમાં 75 પ્લોટ પર 6000 વૃક્ષોનું પ્લાન્ટેશન કરી તેની સારસંભાળ કરવા તેમજ પ્લોટની ફરતે ફેન્સિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ સમા ખાતેના એક પ્લોટ પર પ્લાન્ટેશન માટે પહોંચેલી પાલિકાની ટીમને પ્લોટનો ઉપયોગ કરતી સંસ્થાએ વિરોધ કરી ત્યાં પ્લાન્ટેશન કરતા રોક્યા હતા. જોકે 75 પૈકીના વધુ 15 પ્લોટ પર સ્થાયી સમિતિ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર હેમિષા ઠક્કર, અજિત દધિચ તેમજ બિલ્ડરો અને સ્થાનિક લોકોએ ના પાડી હોવાનું ધ્યાને આવ્યું છે.

15 પૈકીના 5 પ્લોટમાં ડો. હિતેન્દ્ર પટેલે કામગીરી કરવાની ના પાડી છે. જ્યારે બે પ્લોટમાં તેઓએ પ્લોટના બોર્ડર પર પ્લાન્ટેશન કરવા જણાવ્યું છે. જ્યારે ખોડિયારનગર નજીકના પ્લોટમાં કાઉન્સિલર અજિત દાધિચ તેમજ હેમિષા ઠક્કરે પ્લાન્ટેશનની કામગીરી કરવાની ના પાડી છે. તો ભાયલી અને બંસલ મોલ પાસે બિલ્ડરે પ્લોટમાં કામગીરી સામે વિરોધ કર્યો છે.

પાર્કસ એન્ડ ગાર્ડને અર્બન ફોરેસ્ટના પ્લોટ માટે રજૂ કરેલો ગુપ્ત રિપોર્ટ

પ્લોટના સ્થળકારણ

1. રેલવે ફાટક પાસે નવાયાર્ડ

બુલેટ ટ્રેન કપાત

2. કોટિયાર્ક નગર પાણીગેટ

કામગીરી કરવાની ચેરમેનની ના છે

3. bsnl ઓફિસ પાછળ,પાણીગેટ

કામગીરી કરવાની ચેરમેનની ના છે

4. કિશનવાડી હાઉસિંગ સામે

સિવિલ કામગીરી થઈ છે બોર્ડર પર પ્લાન્ટેશનની ચેરમેને જણાવ્યું છે

5. લક્ષ્મીનારાયણ, ખોડીયારનગર

કાઉન્સિલર અજીત દધિચ અને હેમિષા ઠક્કરે કામગીરી ન કરવા જણાવ્યું છે

6. સુવર્ણ લક્ષ્મી, વાઘોડિયા રોડ

ચેરમેને કામગીરી ન કરવા જણાવ્યું છે

7. કૈલાશ પાર્ક સોસા., વાઘોડિયા રોડ

ચેરમેને કામગીરી ન કરવા જણાવ્યું

8. ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટ, વાઘોડિયા રોડ

ચેરમેને કામગીરી ન કરવા જણાવ્યું

9. પરાગરજ સોસા., ખોડીયાર નગર

પેવર બોર્ડ બ્લોક લગાવવાની કામગીરી ચાલુ છે

10. મધુકુંજ સોસાયટી, શાસ્ત્રી બાગ

લોકોનો વિરોધ

11. ટીપી-17 FB-110, બંસલ મોલ

બિલ્ડર નો વિરોધ

12. ટીપી-17, ગંગોત્રી આઈકોન સામે

ઓબીનો કબજો મળ્યો નથી

13. સમા ગાયત્રી પરિવાર

પરિવારના સભ્યોએ કામગીરીનો વિરોધ કર્યો છે

14. ભાવના સોસા., મહાવીર ચાર રસ્તા

ચેરમેને બોર્ડર પર પ્લાન્ટેશન કરવા જણાવ્યું છે

15. ભાયલી ટીપી-2, નીલાંબર બંગલો

બિલ્ડર નો વિરોધ

રમતગમત, ગરબાના પ્લોટની પ્લાન્ટેશન માટે પસંદગી કરતા નથી. કેટલાક પ્લોટ્સ નાના હોવાથી પસંદગી થઈ નથી. - ડો. હિતેન્દ્ર પટેલ, અધ્યક્ષ, સ્થાયી સમિતિ

15 પ્લોટમાં પ્લાન્ટેશન કરવા સામે લોકોનો વિરોધ છે. કોઈ હોદ્દેદારે વિરોધ કર્યો હોય કે કામ કરવાનું ના કીધું હોય તેમ નથી. - ગૌરવ પંચાલ, અધિકારી, પાર્ક્સ એન્ડ ગાર્ડન

ખોડિયારનગર પ્લોટ એ મારા વિસ્તારમાં આવતો નથી. હું તો ઉલ્ટા પ્લોટ શોધું છું કે જેની પર પ્લાટેશન કરી શકાય. - અજિત દધિચ, કાઉન્સિલર

પ્લાન્ટેશનની જાણ નથી. મેં વિરોધ કર્યો નથી કે કોઈને રોક્યા નથી. પાલિકા કે સ્થાનિક લોકોએ પ્લાન્ટેશન માટે સંપર્ક કર્યો નથી. - હેમિષા ઠક્કર, કાઉન્સિલર

અન્ય સમાચારો પણ છે...