એજ્યુકેશન:નવરચના સ્કૂલમાં ધોરણ 8ના ક્લાસ શરૂ ના કરાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.8ના વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં નોટિસ મળી હતી
  • ગાઇડ લાઇન પ્રમાણે આજથી વર્ગો શરૂ થશે

નવરચના સ્કૂલમાં ધોરણ 8નો વિદ્યાર્થી અને તેના પરિવારના સભ્ય કોરોના પોઝિટિવ આવ્યા અંગે જાણકારી ન આપવા બદલ ડીઈઓએ સ્કૂલને નોટિસ ફટકારી હતી. બીજી તરફ સ્કૂલે અગાઉ 16 ડિસેમ્બરથી ઓફલાઇન વર્ગો શરૂ કરવા માટેની જાહેરાત કરાઇ હતી. જોકે બુધવારે ડીઇઓએ નોટિસ ફટકાર્યા બાદ હવે ગાઇડ લાઇન પ્રમાણે શુક્રવારથી વર્ગો શરૂ કરાશે તેવી જાહેરાત કરાઈ છે.

આ ઉપરાંત ગંભીર બાબત હોઇ બેદરકારીપૂર્વકની વર્તણૂક અન્વયે શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તેનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો હતો. ડીઇઓ કચેરીને પણ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજથી જાણ થઇ હતી. બીજી તરફ આરોગ્ય વિભાગે પણ બેદરકારી બદલ સ્કૂલને નોટિસ ફટકારી હતી.

સ્કૂલ દ્વારા વાલીઓને કરાયેલા મેસેજમાં જણાવાયું હતું કે, ધોરણ 8નો વિદ્યાર્થી અને તેના પરિવારજન કોરોના પોઝિટિવ આવ્યા છે. આ વિદ્યાર્થીએ છેલ્લે ગત શુક્રવારે ઓફલાઇન ક્લાસમાં હાજરી આપી હતી. તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીને 15 ડિસેમ્બર સુધી ઓનલાઇન ભણવું પડશે. 16 ડિસેમ્બરથી ઓફલાઇન ક્લાસ ચાલુ કરવાની જાહેરાત કરાઇ હતી. જોકે કોવિડ ગાઇડ લાઇન પ્રમાણે 7 દિવસ પછી સ્કૂલ શરૂ કરવાની હોય છે, જેના પગલે સ્કૂલ દ્વારા ફરી એકવાર વિદ્યાર્થીઓને મેસેજ કરીને જાહેરાત કરાઇ હતી કે, હવે ધોરણ 8ના ઓફલાઇન વર્ગો શુક્રવારથી શરૂ કરાશે. બીજી તરફ સ્કૂલના અન્ય વર્ગો રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા હતા. ડીઇઓ કચેરી અને આરોગ્ય વિભાગે ફટકારેલી નોટિસ અંગે હજુ સુધી કોઇ પણ ખુલાસો અપાયો ન હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...