તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારી શક્તિ:ભાયલીમાં અશાંતધારા માટે 2 મહિનામાં છઠ્ઠીવાર દેખાવો

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાયલી વિસ્તારની મહિલાઓએ અશાંતધારો લાગુ કરવાની માંગણી સાથેના પોસ્ટરો અને બેનરો લઈને કલેક્ટર કચેરી આવી પહોચી સૂત્રોચ્ચાર કર્યાં હતાં. જેમાં ભાયલી મહિલા વીંગની મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. રહીશો દ્વારા બીજી વખત કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ છે. ભાયલી વિસ્તારના અગ્રણી હેતલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભાયલી વિસ્તાર શાંત રહે તેવું અમે ઈચ્છીએ છે.પરંતુ કોર્પોરેશન દ્વારા ભાયલી વિસ્તારમાં બનાવવામાં આવેલા આવાસોમાં વિધર્મીઓને મકાનો ફાળવાયછે. જેના કારણે આગામી દિવસોમાં ભાયલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.આથી અમારા વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવા માંગણી છે. - Divya Bhaskar
ભાયલી વિસ્તારની મહિલાઓએ અશાંતધારો લાગુ કરવાની માંગણી સાથેના પોસ્ટરો અને બેનરો લઈને કલેક્ટર કચેરી આવી પહોચી સૂત્રોચ્ચાર કર્યાં હતાં. જેમાં ભાયલી મહિલા વીંગની મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. રહીશો દ્વારા બીજી વખત કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ છે. ભાયલી વિસ્તારના અગ્રણી હેતલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભાયલી વિસ્તાર શાંત રહે તેવું અમે ઈચ્છીએ છે.પરંતુ કોર્પોરેશન દ્વારા ભાયલી વિસ્તારમાં બનાવવામાં આવેલા આવાસોમાં વિધર્મીઓને મકાનો ફાળવાયછે. જેના કારણે આગામી દિવસોમાં ભાયલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.આથી અમારા વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવા માંગણી છે.
 • જો કાર્યવાહી નહીં કરાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી

ભાયલી તેમજ ટીપી 1 થી 5ના વિસ્તારને અશાંતધારા કાયદામાં સમાવેશ કરવાની માગ સાથે સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં ભેગા થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મહિલાઓએ રોષ સાથે જણાવ્યું હતું કે, જો તેમની માગણી સંતોષવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે. વિસ્તારને અશાંતધારામાં સામેલ કરવા માટે 2 મહિનામાં છઠ્ઠીવાર દેખાવો કરાયા હતા.

ભાયલી વિસ્તારમાં રહેતાં દૃષ્ટિબેન પંચાલ અને મિતલબેન પટેલે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં વિધર્મીઓને આવાસો ફાળવવામાં આવતાં વિસ્તારની શાંતિ આવનારા દિવસોમાં ડહોળાશે તેવી શક્યતા છે. અમારા વિસ્તારની બાજુને અડીને આવેલા તાંદલજા વિસ્તાર કે જે સમગ્ર લઘુમતી વિસ્તાર છે.જેથી અમારે સતત દહેશતમાં રહેવું પડે છે.

અમે ઇચ્છીએ કે, અમારા વિસ્તારમાં શાંતિ જળવાય રહે તે માટે અમારા વિસ્તારને વહેલી તકે અશાંતધારામાં સમાવેશ કરવામાં આવે તેવી અમારી માગણી છે. જો કાયર્વાહી નહિ કરાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ભાયલી તથા ટીપી 1 થી 5 ના વિસ્તારમાં બનાવવામાં આવેલા મુખ્યમંત્રી આવાસના મકાનો વિધર્મીઓને ફાળવવામાં આવ્યાં છે.છેલ્લા 2 માસથી આ વિસ્તારના રહીશો દ્વારા વિધર્મીઓને ફાળવવામાં આવેલા મકાનો રદ્દ કરવા માટે સત્તાવાળાઓને અવાર નવાર રજૂઆતો કરવામાં આવી રહી છે તેમજ દેખાવો કરી વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યાં છે.

બીજીવાર કલેકટરને આવેદન આપ્યું
​​​​​​​ભાયલી વિસ્તારની મહિલાઓએ અશાંતધારો લાગુ કરવાની માંગણી સાથેના પોસ્ટરો અને બેનરો લઈને કલેક્ટર કચેરી આવી પહોચી સૂત્રોચ્ચાર કર્યાં હતાં. જેમાં ભાયલી મહિલા વીંગની મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. રહીશો દ્વારા બીજી વખત કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ છે. ભાયલી વિસ્તારના અગ્રણી હેતલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભાયલી વિસ્તાર શાંત રહે તેવું અમે ઈચ્છીએ છે.

પરંતુ કોર્પોરેશન દ્વારા ભાયલી વિસ્તારમાં બનાવવામાં આવેલા આવાસોમાં વિધર્મીઓને મકાનો ફાળવાયછે. જેના કારણે આગામી દિવસોમાં ભાયલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.આથી અમારા વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવા માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો