તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:બીસીએ સામે અવાજ ઉઠાવતા સભ્યને શો કોઝ આપવા તખ્તો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આજે BCAની એપેક્ષની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના લોકપાલને બીસીએના વહીવટ અંગે ફરિયાદ કરનાર બીસીએના સભ્ય કલ્પેશ પરમારની મેમ્બરશિપ મુદ્દે શો કોઝ નોટિસ આપવા અંગેની બાબતો સહિત વિવિધ મુદ્દા પર 29મીએ મળનારી બીસીએની એપેક્ષ કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થશે. એપેક્ષ કાઉન્સિલની બેઠકમાં કલ્પેશ પરમારના મુદ્દા ઉપરાંત મુુશ્તાક અલી ટ્રોફી ટી-20 ક્રિકેટ સ્પર્ધાના આયોજન અંગે પણ ચર્ચા કરાશે. અચરજની વાત તો એ છે કે, ડેવ વોટમોર નેપાળની ટીમ સાથે જોડાઈ ગયા છે છતાં તેમના મુદ્દે ચર્ચા કરાશે.

આ સિવાય અંજુ જૈનના અપડેટ વિશે ચર્ચા કરવાનો મુદ્દો એજન્ડામાં છે. બીસીએના સેક્રેટરી અજીત લેલેેએ જણાવ્યું હતું કે, ‘મંગળવારની એપેક્ષ કાઉન્સિલની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાશે. સૂત્રો મુજબ અંજુ જૈને માફી માગવા બીસીએને મોકલેલા ઇ-મેલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.

BCAએ જવાબ ન આપતાં બોર્ડ સુધી જવું પડ્યું
બીસીએની મેનેજિંગ કમિટીના પૂર્વ સભ્ય કલ્પેશ પરમારે જણાવ્યું કે, બીસીએના વહીવટ અંગે મેં બીસીસીઆઈના લોકપાલને રજૂઆત કરી હતી, તેને બીસીએ મારો વાંક ગણાવે છે. શો કોઝ અંગે એપેક્ષમાં ચર્ચા થવાની છે. મેં રજૂઆત કરી હતી, પણ બીસીએ દ્વારા જવાબ મળ્યો નથી એટલે મારે બોર્ડ સુધી જવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો