તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Staff Of The Radiology Department Of Sayaji Hospital In Vadodara Took Out 27,800 Digital X rays In The Corona Crisis, Performing CT Scans Of 30 To 40 Patients Daily During Peak Hours.

ફરજ નિષ્ઠા:વડોદરામાં સયાજી હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના સ્ટાફે કોરોના કટોકટીમાં 27,800 ડિજીટલ એક્સ-રે કાઢ્યા, પીક સમયે રોજના 30થી 40 દર્દીના સિટી સ્કેન કર્યાં

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનામાં સિટી સ્કેનની અનિવાર્ય આવશ્યકતા અંગે લોકોની મૂંઝવણના નિવારણ માટે આ વિભાગે માર્ગદર્શક વેબ પેજ પણ બનાવ્યું - Divya Bhaskar
કોરોનામાં સિટી સ્કેનની અનિવાર્ય આવશ્યકતા અંગે લોકોની મૂંઝવણના નિવારણ માટે આ વિભાગે માર્ગદર્શક વેબ પેજ પણ બનાવ્યું
  • કોરોનામાં સિટી સ્કેન ક્યારે કરાવવું એનું માર્ગદર્શન આપતું વેબ પેજ બનાવ્યું

કોરોના કટોકટીમાં વડોદરાની સયાજી હોસ્પિટલના તમામ વિભાગોએ અવિરત સેવાઓ આપી છે અને દર્દીઓની જીવન રક્ષામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, જેમાં રેડિઓલોજી વિભાગનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે, ડો.ચેતન મહેતાના વડપણ હેઠળ કાર્યરત આ વિભાગે કોરોના વિભાગમાં દાખલ અને જેમના એચ.આર.સી.ટી. ટેસ્ટ કરવા જરૂરી હતા તેવા તમામ દર્દીઓના વિનામૂલ્યે સિટી સ્કેન કર્યાં હતા અને કોરોનાની બંને લહેરમાં અવિરત સેવાઓ આપી હતી, જે હજુ ચાલુ જ છે.

કોરોનાની સચોટ ટ્રીટમેન્ટ માટે એકસ-રે અને ચેસ્ટ સિટી સ્કેન ખૂબ ઉપયોગી બને છે
કોરોનામાં સિટી સ્કેનની અનિવાર્ય આવશ્યકતા અંગે લોકોની મૂંઝવણના નિવારણ માટે આ વિભાગે માર્ગદર્શક વેબ પેજ પણ બનાવ્યું છે. કોરોનાના દર્દીઓને જેટલી ત્વરિત અને સમયસર સારવાર મળે એટલી સાજા થવાની ઝડપ વધે એવી લાગણી વ્યકત કરતાં પ્રા. ડો.ચેતન મહેતાએ જણાવ્યું કે, આ રોગના દર્દીઓ માટે સચોટ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ નક્કી કરવામાં એકસ-રે અને ચેસ્ટ સિટી સ્કેન ખૂબ ઉપયોગી બને છે. તેને અનુલક્ષીને રેડિયોલોજી વિભાગ દ્વારા સહ પ્રાધ્યાપક ડો.ભૌતિક કાપડિયાના નેતૃત્વ હેઠળ ખાસ ટીમ કાર્યરત કરવામાં આવી અને આ ટીમે કટોકટીના સમયમાં નિરંતર સેવાઓ આપી છે.

કોરોના ટોચ પર હતો, ત્યારે રોજના 30થી 40 દર્દીના સિટી સ્કેન થતાં હતા
કોરોના સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.ઓ.બી. બેલીમે જણાવ્યું હતું કે, આ ટીમે ચોવીસે કલાક અવિરત અને સમર્પિત સેવાઓ આપી જે ખૂબ પ્રશંસનીય છે. આ વિભાગે કોવિડ કટોકટીમાં 27,800થી વધુ દર્દીઓના ડિજીટલ એક્સ-રે કાઢ્યા છે. કોરોનાથી દર્દીના ફેફસાને થયેલા નુકસાનનું તારણ સચોટ સારવાર માટે જરૂરી બને છે. આ વિભાગે કોરોના ટોચ પર હતો તેવા સમયે દૈનિક 30થી 40 દર્દીઓના એચ.આર.સી.ટી. ચેસ્ટ કરીને લગભગ 10 મિનિટમાં રિપોર્ટ આપી ત્વરિત સારવાર સરળ બનાવી છે.

વેબ પેજ સામાન્ય માણસને સમજાય તેવી ભાષામાં સરળ માર્ગદર્શન આપે છે
કોવિડના રોગમાં સિટી સ્કેન ક્યારે કરાવવું, કરાવવું કે ન કરાવવું, સિટી સ્કેનનો સ્કોર શું સંકેત આપે છે. આ બાબતમાં ખૂબ મૂંઝવણ પ્રવર્તે છે. તેને અનુલક્ષી ને આ વિભાગના તબીબોના માર્ગદર્શન હેઠળ અત્રે ત્રણ વર્ષથી કાર્યરત રેસિડેન્ટ ડો.સચિને ખૂબ ઉપયોગી માર્ગદર્શક વેબ પેજ www.bmcradiology.blogspot.com બનાવીને અનોખું યોગદાન આપ્યું છે. આ વેબ પેજ સામાન્ય માણસને સમજાય તેવી ભાષામાં સરળ માર્ગદર્શન આપે છે.

કોવિડ કટોકટીમાં 27,800થી વધુ દર્દીઓના ડિજીટલ એક્સ-રે કાઢ્યા છે
કોવિડ કટોકટીમાં 27,800થી વધુ દર્દીઓના ડિજીટલ એક્સ-રે કાઢ્યા છે

દર્દીઓને રૂ.1150ના રાહત દરે ટેસ્ટની સેવા આપવામાં આવે છે
ખાનગી સંસ્થાઓ એચ.આર.સી.ટી. ચેસ્ટનો રૂ.2500 જેટલો ચાર્જ વસૂલ કરે છે અને દર્દીઓને રિપોર્ટ માટે રાહ જોવી પડે છે, ત્યારે આ વિભાગ દ્વારા દર્દીઓને રૂ.1150ના રાહત દરે આ ટેસ્ટની સેવા આપવામાં આવે છે અને રિપોર્ટ 10 મિનિટમાં આપવામાં આવે છે. આ વિભાગમાં સોનોગ્રાફી પણ કરવામાં આવે છે. કોરોનાની સારવારમાં જોકે, તેની જૂજ જરૂર પડે છે. ખાસ કરીને નિકટ ભૂતકાળમાં કોઈ દર્દીએ પેટ કે શરીરના અંગની સર્જરી કરાવી હોય અને પછી કોરોના પોઝિટિવ થયા હોય ત્યારે અને કોરોના પોઝિટિવ બાળ દર્દીના નાજુક અવયવોની સ્થિતિ જાણવા જૂજ કિસ્સાઓમાં સોનોગ્રાફી કરવી પડે છે. કોમ્પેક્ટ અને પોર્ટબલ સોનોગ્રાફી ઉપકરણો ઉપલબ્ધ હોવાથી તેમાં સરળતા રહે છે.

તમામ વિભાગોનું સંકલન અને ટીમ વર્ક રોગીઓના જીવન બચાવે છે
કોવિડ સામેની લડાઇ એ સામૂહિક પડકાર છે. તમામ વિભાગોનું સંકલન અને ટીમ વર્ક રોગીઓના જીવન બચાવે છે. આ સહિયારી લડતમાં સયાજી હોસ્પિટલનો રેડિયોલોજી વિભાગ કર્તવ્ય પરાયણતા સાથે યોગદાન આપી રહ્યો છે. મ્યુકોરમાઇકોસિસના નિદાનમાં રેડિયોલોજી વિભાગનું સક્રિય યોગદાન અદ્યતન એમ.આર.ઇ.ની મંજૂરીથી રોગ નિદાન ક્ષમતા વધુ સતેજ બનશે.

200થી 250 એક્સ-રે કરીને મ્યુકોરમાઇકોસિસની સચોટ ઓળખ કરવામાં અગત્યની મદદ કરી
કોરોના પછી મ્યુકોરમાઇકોસિસની મહામારી ત્રાટકી છે. સયાજી હોસ્પિટલનો રેડિયોલોજી વિભાગ તેના નિદાન અને સારવારમાં સક્રિય યોગદાન આપી રહ્યો છે. આ વિભાગે અત્યાર સુધીમાં અંદાજે 70 થી 80 સિટીસ્કેન અને 200થી 250 એક્સ-રે કરીને આ રોગની સચોટ ઓળખ કરવામાં અગત્યની મદદ કરી છે. રાજ્ય સરકારે આ વિભાગની રોગ નિદાન ક્ષમતાને વધુ સતેજ બનાવવા તાજેતરમાં જ અતિ અદ્યતન એમ.આર.આઇ.યંત્ર વિભાગ માટે મંજૂર કર્યું છે. આ લેટેસ્ટ યંત્ર વિભાગના રોગ નિદાન શસ્ત્રોના ભાથામાં એક વેધક હથિયાર બનશે અને ખાસ કરીને જેમને ખાનગી મોંઘી સુવિધા પરવડતી નથી એવા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન બનશે.

અન્ય સમાચારો પણ છે...