તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:SSGમાં સર્જિકલ ICUમાં વધુ 5 વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરાશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેન્ટિલેટરના અભાવે દર્દીનું મોત થયા બાદ આખરે તંત્ર જાગ્યું
 • જગ્યાનો અભાવ હોવાથી બેડની વ્યવસ્થા અન્યત્ર કરવા વિચારણા

શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડના અભાવે આમોદના યુવકને 4 કલાક સુધી 108ની એબ્યુલન્સમાં સારવાર લેવાનો વારો આવ્યો હતો અને ત્યારબાદ તેનું મોત નિપજતાં હોસ્પિટલ સામે સવાલો ઊભા થયા હતા. આ બનાવ પરથી બોધપાઠ લઈ સયાજી હોસ્પિટલમાં વધુ 5 વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ વિભાગોના વડા સાથે ચર્ચા કરી જગ્યા, સાધન અને તબીબો તેમજ સ્ટાફ નર્સની સંખ્યા અંગે નિર્ણય લેવામાં આવશે.

શનિવારે આમોદના 28 વર્ષના યુવકને ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડ નહીં મળતાં 4 કલાક સુધી તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર લેવાનો વારો આવ્યો હતો. તેની તબિયત લથડતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં સરકારી હોસ્પિટલ સામે સવાલો ઊભા થયા હતા. આ ગંભીર ઘટના બાદ સયાજી હોસ્પિટલ તંત્ર સફાળું જાગ્યું છે. તંત્ર સર્જિકલ વિભાગ માટે વધુ 5 વેન્ટિલેટર બેડની વ્યવસ્થા ઊભી કરવાની વિચારણા કરી રહ્યું છે.

સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરના જણાવ્યા મુજબ હાલમાં 5 બેડની સર્જિકલ આઇસીયુ સર્જિકલ ઓટીના ફ્લોર પર કાર્યરત છે. ત્યાં જગ્યાના અભાવે વધુ વેન્ટિલેટર મૂકવા શક્ય નથી. જેના પગલે સર્જરી વિભાગ, મેડિસિન વિભાગ, એનેસ્થેસિયા વિભાગના વડાઓ સાથે બેઠક યોજી જગ્યા, તબીબો, સ્ટાફ નર્સ અને સાધન સામગ્રીના આયોજન વિશે ચર્ચા-વિચારણા કરાશે. આગામી દિવસમાં બેઠક યોજી કોવિડના ફાજલ પડેલાં વેન્ટિલેટર મશીનને સર્જિકલ વિભાગ માટે કાર્યરત કરવા અંગે પરામર્શ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો