સુવિધા:SSG હવે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનશે, સરકારે બજેટમાં 2 પ્રોજેક્ટ માટે રૂ.53 કરોડ ફાળવ્યા

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજવા રોડના લેપ્રેસી મેદાન પર આધુનિક કેથ લેબ તૈયાર થતાં ઓપન હાર્ટ અને કિડનીની સર્જરી શક્ય બનશે, દર્દીને અમદાવાદ-નડિયાદ નહીં જવું પડે
  • નવી લેબ બનતા મહિને કીડનીની 50 સર્જરી અને હૃદયની 100 જેટલી નાની-મોટી સર્જરી થઇ શકશે

રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે રજૂ કરાયેલા બજેટમાં શહેરની સયાજી હોસ્પિટલને 2 મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 53 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. જેને પગલે હવે સયાજી જનરલ હોસ્પિટલમાં સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ સમકક્ષ સારવાર મળી શકશે. આધુનિક કેથ લેબ બનવાથી ઓપન હાર્ટ સર્જરી અન નેફ્રો સર્જરી શક્ય બનશે. જેના માટે ખાનગીમાં નહીં જવુ પડે.

સયાજી હોસ્પિટલ માટે આજવા રોડ અનસુયા (લેપ્રેસી) ગ્રાઉન્ડ ખાતે આધુનિક કેથ લેબ બનાવવાનો પ્રોજેક્ટ સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને રાજયકક્ષાના મંત્રી મનીષા વકીલ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાયો હતો.

અંદાજે 150 કરોડના આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કે ૨૩ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે જ સયાજી હોસ્પિટલ પરિસરમાં ત્રણ વિભાગની સેવાઓ સુદ્ઢ બને અને સયાજી હોસ્પિટલ નો વિકાસ થાય તે માટે ૩૦ કરોડ ફાળવવાની જાહેરાત કરાઇ છે. સયાજી હોસ્પિટલ પરિસરમાં આ ત્રીસ કરોડ રૂપિયામાં સ્પાઇન્ ,કિડની અને આંખો ને લગતા રોગ ની સારવાર માં આધુનિક સાધનો સાથે જરૂરી સુવિધાઓ ઉભી કરાશે. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી સુપર સ્પેશ્યાલીટી સારવાર ની ઉણપ હતી, જે હવે દૂર થશે.

20 વર્ષ બાદ SSG હાર્ટની સારવાર માટે ધબકશે
સયાજી હોસ્પિટલમાં વર્ષો અગાઉ વર્ષ 2000 પહેલાં એનસી ઓટીમાં હૃદયના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ આ સારવાર બંધ થતાં વર્ષોથી સયાજી હોસ્પિટલમાં હૃદયને લગતી કોઈપણ સારવાર નથી મળતી. તાજેતરમાં જ સયાજી હોસ્પિટલ દ્વારા કાર્ડિયોલોજિસ્ટની નિમણૂક કરવામાં આવી છે. હવે દર્દીઓને કિડનીની સારવાર માટે નડિયાદ કે અમદાવાદ નહીં જવુ પડે.

તબીબોની નિમણૂક કરી છે, હવે સાધનો પણ આવશે
તાજેતરમાં કેટલાક ડિપાર્ટમેન્ટમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે સરકાર દ્વારા પૈસા ની જાહેરાત કરાઈ છે પૈસા આવ્યા બાદ કેટલાક જરૂરી સાધનો અને અન્ય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે ભવિષ્યમાં ઓપન હાર્ટ સર્જરી પણ સયાજી હોસ્પિટલમાં લઇ શકશે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મંત્રી મનિષાબેન ના સહયોગથી દોઢસો કરોડનો પ્રોજેક્ટ સરકાર સમક્ષ અમે મૂક્યો હતો. > ડો. રંજન કૃષ્ણ ઐયર, સુપ્રિટેન્ડન્ટ સયાજી હોસ્પિટલ

વ્યવસાય વેરાની મુક્તિથી 1.50 લાખ કર્મીને લાભ
રાજ્ય સરકાર દ્વારા 12 હજાર સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે તે અંગે શહેરના ટેક્સ કન્સલ્ટન્ટ એસો.ના દિપક અમીને જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં અંદાજે દોઢ લાખ લોકો 12 હજાર સુધીનો પગાર ધરાવતા હશે. 9000 થી ઓછો પગાર ધરાવનારને 80 રૂપિયા, 9 થી 12 હજારનો પગાર ધરાવનારને 180 રૂપીયા અને 12 હજારથી ઉપરનાને 200 રૂપિયા મહિને વ્યવસાય વેરો ચૂકવવો પડતો હતો, હવે તેમાંથી મુક્તિ મળતા શહેરના 1.50 લાખ પગારદારોને મોટી રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...