તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગોતરું આયોજન:થર્ડ વેવમાં અંધાધૂંધી રોકવા SSG પાસે દવાઓની યાદી મગાવાઇ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બીજી લહેરમાં સર્જાયેલી સ્થિતિને અટકાવવા આગોતરું આયોજન
  • દર્દીઓને લગતી અનેક માહિતી પણ એકત્ર કરાઇ રહી છે

સમગ્ર દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી છે. ત્યારે તેને પહોંચી વળવા માટે તંત્ર અગમચેતીના પગલાં લઈ રહ્યું છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ પાસે રાજ્ય સરકારે ત્રીજી લહેરના ધ્યાનમાં રાખીને ઇમર્જન્સી દવાઓની કેટલી જરૂરિયાત છે તેની માહિતી માંગી છે.

કોરોનાની પહેલી લહેર બાદ બીજી લહેરની તૈયારીઓ કરવામાં તંત્ર વામણું સાબિત થયું હતું. જેના કારણે ઈન્જેક્શન, ઓક્સિજન અને બેડ સહિતની જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓની અછત સર્જાઈ હતી. જે માટે સરકારની ભારે ફજેતી થઈ હતી. તંત્રના અણઘડ આયોજનના કારણે કોરોના સંક્રમણ ખૂબ વધ્યું હતું. જોકે હવે સરકારી તંત્ર પાણી આવે તે પહેલાં પાર બાંધવા નીકળ્યું છે.

દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આગામી ઓગષ્ટ મહિનામાં આવશે તેવી ધારણા છે. તે પહેલાં તમામ સરકારી હોસ્પિટલમાં દવાઓ અને બેડ સહિતની ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે માટે તંત્ર કામે લાગ્યું છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ત્રીજી લહેરની તૈયારી શરૂ કરવામાં આવી છે. જેમાં સરકારે સયાજી હોસ્પિટલને આગામી ત્રીજી લહેરને પહોંચી વળવા માટે કઈ કઈ ઇમરજન્સી દવાઓ કેટલાં પ્રમાણમાં જરૂર પડશે તેની વિગતવાર માહિતી મોકલવા જણાવાયું છે.

દર્દીઓને લગતી અનેક માહિતી મંગાવી છે. હાલમાં કેટલો જથ્થો છે અને કેટલા જથ્થાની જરૂરિયાત ઉભી થઇ શકે છે તેની માહિતી મંગાવી છે.બીજી વેવમાં કેસો વધી જતાં હોસ્પિટલોમાં અંધાધૂધી સર્જાઇ હતી. જેથી આગોતરુ આયોજન કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...