વડોદરાની SSG-ગોત્રી GMERSમાં તબીબો-નર્સોને આખું શરીર ઢંકાય તેવી કીટ અપાતી નથી, HIV કીટથી કામ ચલાવે છે

કોરોના વાઇરસના દર્દીઓ માટે જમવાનું લઇ જતા માણસને માત્ર માસ્ક આપવામાં આવે છે
કોરોના વાઇરસના દર્દીઓ માટે જમવાનું લઇ જતા માણસને માત્ર માસ્ક આપવામાં આવે છે
X
કોરોના વાઇરસના દર્દીઓ માટે જમવાનું લઇ જતા માણસને માત્ર માસ્ક આપવામાં આવે છેકોરોના વાઇરસના દર્દીઓ માટે જમવાનું લઇ જતા માણસને માત્ર માસ્ક આપવામાં આવે છે

  • અત્યંત ચેપી રોગના દર્દીઓ વચ્ચે કામ કરતાં આરોગ્ય કર્મીઓમાં છૂપો રોષ 

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 02:09 AM IST

વડોદરાઃ કોરોના સામે બાથ ભીડવા માટે સરકારી તંત્ર એક તરફ હોસ્પિટલો અને નવી ફેસિલિટી માટે લાખો રૂપિયા ખર્ચી રહી છે. તો બીજી તરફ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા, રાત દિવસ તેમની સાથે રહેતા નર્સિસ અને તબીબોને હજી સુધી પ્રોપર કોરોના કીટ આપવામાં આવી નથી. આ ચોંકાવનારી હકીકત એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાંથી જાણવા મળી છે.

હોસ્પિટલના સત્તાધીશોએ ફોટા આપવાની ના પાડી
એસએસજી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં કામ કરતા એક તબીબે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ‘એચઆઇવી અને સ્વાઇન ફ્લુના સમયે જે કીટ વપરાતી હતી તે કીટ હાલમાં અમને આપવામાં આવી રહી છે. જે કોરોના સામે બીલકુલ યોગ્ય નથી. આખુ શરીર ઢંકાય તેવી કોરોના કીટ આવી નથી. આવી જ હાલત નર્સિસની છે, કોરોના જેવા ભયંકર રોગના પોઝિટિવ જ નહીં શંકાસ્પદ દર્દીઓ સાથે કામ કરતા નર્સિંગ સ્ટાફને પણ પ્રોપર કીટ આપવામાં આવી નથી. ગોત્રીમાં પણ નર્સિંગ વિભાગમાં આ જ કારણસર અંદરખાને ફફડાટ ફેલાયેલો છે. પણ જાહેરમાં કોઇ બોલવાની હિંમત કરતું નથી. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસ અગાઉ આ અંગે જ્યારે હોસ્પિટલના સત્તાધીશોનો સંપર્ક સાધ્યો ત્યારે કોરોના કીટના ફોટોગ્રાફ અમે નિયમ મુજબ આપી ન શકીએ તેવું કહીને બચાવ કર્યો હતો. 

કોરોના વોર્ડમા માસ્ક વિના પણ કર્મીઓ ફરે છે
કોરોના વોર્ડમાં 7 પોઝિટિવ પેશન્ટ્સ હોવા છતાં માસ્ક વિના કેટલાક આરોગ્ય કર્મીઓ અને સ્ટાફ ફરી રહ્યાં છે. વોર્ડમાં જ્યારે તપાસ માટે દર્દીની સાથે લોકો ગયા ત્યારે તેઓ અંદરનું દૃશ્ય જોઇને ચોંકી ગયા હતા. ખાસ કરીને સ્ટાફ અને દર્દીઓને જમવાનું આપવા જતાં કર્મચારીઓ પણ ગ્લોવ્ઝ કે અન્ય પ્રોટેક્શન વિના માત્ર માસ્ક પહેરીને જ વોર્ડમાં જતા જણાયા હતા. આ બાબતે સત્તાધીશો તપાસ કરે તે જરૂરી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી