તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં કામ કરતા ચોથા વર્ગના કોન્ટ્રાક્ટના 2 કર્મચારી પાસે સુપરવાઇઝરે નાણાંની માગ કરી તેમને માર માર્યો અર્ધનગ્ન કરી ફેરવ્યો હોવાના આક્ષેપ સાથે સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા હતા. વાઘોડિયા તાલુકાના મઢેલીના અનિલ પરમાર અને ભરૂચના વિક્રમ વસાવા રાત્રી કર્ફ્યૂના કારણે 25મી તારીખે વહેલા હોસ્પિટલ ખાતે આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યા હતા કે, તેમના સુપરવાઇઝર ચંદુ સોલંગીએ બંનેને રોકી રૂ. 2000ની માગ કરી હતી.બંનેએ આપવાની ના પાડતાં તેઓ પર ચોરીનો આરોપ લગાવી માર મારી વિક્રમનાં કપડાં ઉતરાવી અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ફેરવ્યો હતો.
આ બાબતની જાણ થતાં મોડી રાતે સફાઈ કર્મચારીઓ સયાજી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. ત્યારબાદ શનિવારે સવારે તેઓએ સુપરવાઇઝરને સસ્પેન્ડ કરવાની માગ સાથે હડતાળ પર ઊતરી દેખાવો યોજ્યા હતા. ઘટનાની ગંભીરતાને પગલે હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે સફાઇ કર્મચારીઓ અને તેમના આગેવાનોને સમજાવી હડતાળ છોડી કામ પર લાગી જવા જણાવ્યું હતું. જેના પગલે ચોથા વર્ગના કર્મચારીઓએ હડતાળ સમેટી હતી. આ વિવાદમાં સફાઈ કર્મચારીઓની રજૂઆતને સાંભળી સુપરવાઇઝર ચંદુ સોલંકીની અન્યત્ર બદલી કરવામાં આવી હોવાનું હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.