શહેરની હિન્દુ મહિલાને સુરતમાં રહેતા અને જામનગરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન એજાઝ શેખે સોશિયલ મીડિયામાં અનિલ પરમાર તરીકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવ્યા બાદ પ્રેમ જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ કર્યું હતું. પોલીસે તેની શોધખોળ કરીને નવસારી પાસેના વેસમા ગામમાંથી તેના સગાના ઘેરથી ઝડપી પાડયો હતો અને તેનો કોરોના ટેસ્ટ કરાવી 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ અદાલતે રિમાન્ડ નામંજુર તેને જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસમાં સુરત સલાબતપુરાના અલકબીર કોમ્પ્લેક્સમાં રહેતા અને જામનગરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન મોહમંદ એજાઝ ઇકબાલ શેખે સોશિયલ મિડીયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તે હિન્દુ છે અને તેનું નામ અનિલ પરમાર છે તેમ કહી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરીશ તેવો વાયદો કર્યો હતો. તે પછી એજાઝે વડોદરા આવવાનું શરૂ કરી લગ્નની પ્રપોઝલ મૂકતાં મહિલાએ જણાવ્યું કે, હું પરિણીત છું અને મારે બાળકો છે. હું લગ્ન કરી શકીશ નહીં, મિત્ર બની શકીએ. જેથી એજાઝે કહ્યું કે, હું પતિથી છુટાછેડા અપાવી તારાં બાળકોનો સ્વીકાર કરીશ.
એજાઝે વારંવાર મહિલાના ઘેર આવી દુષ્કર્મ કર્યું હતું. તેને સયાજીગંજની ચંદન હોટલમાં લઇ જઈ દુષ્કર્મ કર્યું હતું. એજાઝ તેના સુરતના ઘેર લઇ ગયો હતો, જ્યાં પણ મહિલા પર એજાઝે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી હિન્દુ ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કરી માર માર્યો હતો તથા બ્લેકમેઇલ કરી ફોટા-વીડિયો વાઇરલ કરવા ધમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.