વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને લઇને લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે લેવલીંગ કામ ચાલી રહ્યું છે જ્યારે સમથળ થયેલા ગ્રાઉન્ડ ઉપર આર એન્ડ બી વિભાગ દ્વારા ફાયર બ્રિગેડ પાસે રોજ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. બે દિવસથી શરૂ કરાયેલી કામગીરીમાં રોજ 48 હજાર લીટર જેટલા પાણીનો વપરાશ થતો હોવાનું જાણવા મળ્યું છે. ગુરુવારે સવારે 12 હજાર લિટર અને બપોરે 10 હજાર લીટરની ટેન્કર દ્વારા પાણી છાંટવામાં આવ્યું હતું. જ્યારે રાત્રે થ વધુ પાણી ઉપયોગમાં લેવાશે તેમ આરએનબી વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.
શહેરમાં એક બાજુ પાણીનો કકળાટ છે ત્યારે બીજી બાજુ સયાજી પાર્ક થી પાણીની ટેન્કરો ભરીને સભા સ્થળ ખાતે ફાયર બ્રિગેડ ઉડતી ધૂળને રોકવા માટે પાણી છંટકાવની સેવા આપી રહ્યું છે. ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ 3 સિફ્ટમાં 48 હજાર લિટર જેટલુ પાણી છાટવામાં વાપરીએ છીએ. એક ટેન્કરથી પૂરું ના થાય ત્યારે વધુ ફેરા પણ મારવા પડે છે. પાર્કિંગમાં 3 ફાયર ટેન્ડર, સભા સ્થળની ફરતે તેમજ સર્કિટ હાઉસ ખાતે મળી કુલ 11 જેટલા ફાયર ટેન્ડર સ્ટેન્ડ બાય રખાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.