તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેલેન્ટાઇન ડે પ્રેમસભર લાગણીઓનો તહેવાર. આ લાગણીઓને શબ્દોના સેતુ વડે જોડીને અંતરમનને ભીતરથી અજવાળતો કાર્યક્રમ છેલ્લા 23 વર્ષથી શહેરની સાહિત્ય સંસ્થા શબ્દસેતુ યોજે છે. વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ પ્રેમથી તરબતર 30 કાવ્યોની ઓનલાઇન પ્રસ્તુતિ થઇ હતી.
વાંચતા જ પ્રેમની લાગણીઓ ‘ઓન’ થઇ જાય તેવી પંક્તિઓ...
દર્દને અેમ લયમાં ઢાળ્યા છે ગીત કૈં એ રીતે ઉજાળ્યા છે જેના ટહુકામાં નામ તારુ હો પંખીઓ એક બે મેં પાળ્યા છે- ડો.દિના શાહ
સાવ કોરુ છે હૃદય મારું, ગમે તે પાડ તું ડીઝાઇન બારમાસી દઇશ વસંત બની જા મારી વેલેન્ટાઇન- ગિરિરાજ બ્રહ્મભટ્ટ
ફુલોની મધમધતી આ મોસમ ફાઇન છે એ આપે સંદેશો ‘વેલેન્ટાઇન’ છે પ્રેમીજન માટે તો આ મંગલમય અવસર સોળ વરસની સાન સમજવાની શાઇન છે - ડો. વિરંચિ ત્રિવેદી
ઘટના પ્રસંગ ના કશો બનાવ છે સમજી શક્યો નથી હજી શાનો અભાવ છે વાતાવરણની મ્હેંક ગવાહી એ આપશે નક્કી જ આસપાસમાં એનો પડાવ છે - દિનેશ ડોંગરે ‘નાદાન’
જાગ્યો છે જોશ રક્તમાં, રગરગમાં સળવળાટ દિલમાં ઉમંગ છે અને તે પણ અનંત છે આબોહવામાં છે કશું નોંખુ જ આકર્ષણ છલકાય દરિયા ખુશ્બૂના, આજે વસંત છે - ગુલામ અબ્બાસ ‘નાશાદ’
ઝાકળ સજેલા પર્ણ પર ભીની સભા મળે મોસમ અહીં છલકાય, આ ફુલો ગુલાબના નાજુક વદન પર સ્પર્શની ચીતરી છે આરઝૂ ભ્રમર પછી વળ ખાય, આ ફુલો ગુલાબના - સુંદરમ્ ટેલર
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.