તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપર એક્સક્લૂસિવ:130 એકરમાં આકાર લઈ રહી છે રાજ્યની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી, બેડમિન્ટનથી લઈ બોક્સિંગ સહિતની ગેમ્સના 3000 ખેલાડીઓ તૈયાર કરાશે

વડોદરા2 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
 • 16, 280 સ્ક્વેર ફૂટમાં એડમિન ઓફિસ બનાવવામાં આવશે
 • 525ની ક્ષમતા સાથેનું ઓડિટોરિયમ, પરીક્ષા વિભાગ, બોય્ઝ-ગર્લ્સ એક્ટિવિટી રૂમ તૈયાર કરવામાં આવશે
 • યુનિવર્સિટીમાં ઓલિમ્પિક કક્ષાનો 1300 સ્ક્વેર મીટરનો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે

સાવલીના ડેસર ખાતે 130 એકરમાં રાજ્યની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી આકાર લઈ રહી છે. જેમાં 5,759 સ્કવેર ફૂટમાં ફેલાયેલું ઇન્ડોર સ્ટેડિયમ પણ હશે. જ્યારે 2400 સ્કવેરફૂટનો પ્લેઈંગ એરિયા પણ તૈયાર કરવામાં આવશે. તેમજ આ યુનિવર્સિટી 2021ના જૂન મહિના સુધીમાં તૈયાર થઈ જાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ધોરણ-12 પાસ પછી પ્રવેશ આપવામાં આવશે. જે માટે સરકાર દ્વારા ચોક્કસ નીતિ તૈયાર કરવામાં આવી છે. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં વિવિધ ગેમ્સના 3000 જેટલા ખેલાડીઓ વિવિધ રમતોમાં તૈયાર થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ્ યુનિવર્સિટી ‘સૌની યુનિવર્સિટી’ તરીકે ઓળખાશે.

ઇન્ડોર-આઉટડોર સ્ટેડિયમ ધરાવતું કેમ્પસ બનશે
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સસિટીના વાઇસ ચાન્સેલર અર્જુનસિંહ રાણાએ સ્પોર્ટ્સ યુનિવર્સિટી વિશે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હ્યુમન પર્ફોર્મન્સ લેબોરેટરી, ફિટનેસ ટેસ્ટિંગ લેબોરેટરી, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી લેબોરેટરી બનાવવામાં આવશે. તેમજ આ ઇન્ડોર-આઉટડોર સ્ટેડિયમ ધરાવતું કેમ્પસ તૈયાર થશે. જેમાં શારીરિક શિક્ષણ અને રમત ગમતને લગતા વિવિધ અભ્યાસક્રમ દ્વારા ખેલાડી, વિદ્યાર્થીઓ તથા કોચને શિક્ષણ, તાલીમ અને સંશોધનની તક પૂરી પાડવામાં આવશે. ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં બાસ્કેટ હોલ, કબડ્ડી, બેડમિન્ટન, બોક્સિંગ, હેન્ડ બોલ, જુડો, કરાટે, નેટ બોલ, ટેબલ ટેનિસ, વોલી બોલ કોર્ટ હશે.

ગર્લ્સ અને બોય્ઝ હોસ્ટેલની સુવિધા
કુલપતિ અર્જુનસિંહ રાણાએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્પોર્ટસ યુનિવર્સિટીના માધ્યમથી રમત-ગમતના પ્રશિક્ષણ અને શિક્ષણ ક્ષેત્રે તજજ્ઞ તૈયાર કરી શકાશે. રાજ્યની વિવિધ યુનિવર્સિટી સાથે સંકલન કરી સ્વર્ણિમ ગુજરાત સ્પોટર્સ યુનિવર્સિટીની ગુજરાતમાં ‘સૌની યુનિવર્સિટી’ તરીકે ઓળખ ઉભી થશે. સ્પોર્ટસ યુનિવર્સિટીમાં 3 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. યુનિવર્સિટી દ્વારા જે વિદ્યાર્થીઓ ત્યાં રહીને જ અભ્યાસ કરવા માંગે છે, તેના માટે હોસ્ટેલ ફેસિલિટી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલની સુવિધા હશે. જેમાં 240 બોય્ઝ અને 240 ગર્લ્સ રહી શકે એવી હોસ્ટેલ્સ તૈયાર કરવામાં આવશે. સ્પોર્ટ્સ એક્સપર્ટ તૈયાર કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે કોઇ પણ રમત માટે વિદેશી કોચ પર નિર્ભર રહેવું નહિં પડે.

PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે
આ ઉપરાંત રાજ્યભરની તમામ યુનિવર્સિટીઓ સાથે સંકલન કરીને સ્પોર્ટ્સ ઓફિસરોની નિમણૂંક કરવામાં આવશે. ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તૈયાર કરીને અપડેટ કરાશે. સ્પોર્ટ્સમાં સાયન્ટિફિક નોલેજ પણ આપવામાં આવશે. નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના તજજ્ઞો તૈયાર કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ‘ફિટ ઇન્ડિયા વિઝન’નું સ્વપ્ન સાકાર કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ 8 વર્ષ પહેલા આ સ્પોર્ટસ યુનિવર્સિટીનું સ્વપ્ન સેવ્યું હતું. જે હવે પૂરું થવાના આરે છે. આ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી જૂન- 2021માં જ તૈયાર કરી દેવાનું લક્ષ્ય છે. જેનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ગુજરાત સ્પોર્ટ્સનું હબ બંને તે દિશામાં યુનિવર્સિટીનું યોગદાન મહત્ત્વપૂર્ણ બની રહેશે.

રાજ્યભરમાં સૌ-પ્રથમ ઓલિમ્પિક લેવલની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી સાવલી ડેસર ખાતે તૈયાર થનાર છે. ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ સાથે તૈયાર થનારી યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સને લગતા તમામ અભ્યાસક્રમ ચલાવવામાં આવશે. તેમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અર્જુનસિંહ રાણાએ વધુમાં ઉમેર્યું હતું.

ઓલિમ્પિક કક્ષાનો 1300 સ્ક્વેર મીટરનો સ્વિમિંગ પૂલ બનાવાશે
આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ઇન્ડોર સ્ટેડિયમમાં 350 લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં 45 ખેલાડીઓનો સિટિંગ એરિયા, કોચ રૂમ, સેમિનાર રૂમ, જીમ, ફૂડ સ્ટોલ, અને અલાયદો કેમેરા રૂમ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ યુનિવર્સિટીમાં ઓલિમ્પિક કક્ષાનો 1300 સ્ક્વેર મીટરનો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે. જે આંતરરાષ્ટ્રીય કક્ષા પ્રમાણે 10 લેનનો હશે. જ્યારે 16, 280 સ્ક્વેર ફૂટમાં એડમિન ઓફિસ બનાવવામાં આવશે. જેમાં કેન્ટીન, 525ની ક્ષમતા સાથેનું ઓડિટોરિયમ, પરીક્ષા વિભાગ, બોય્ઝ-ગર્લ્સ એક્ટિવિટી રૂમ તૈયાર કરવામાં આવશે. બોય્ઝ હોસ્ટેલના બે ફ્લોર ઉપર 32 રૂમ બનાવવાનું આયોજન છે. જેમાં 240 વિદ્યાર્થીઓ રહી શકશે.

ઓલિમ્પિક કક્ષાનો 1300 સ્ક્વેર મીટરનો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે. જે આંતરરાષ્ટ્રીય કક્ષા પ્રમાણે 10 લેનનો હશે
ઓલિમ્પિક કક્ષાનો 1300 સ્ક્વેર મીટરનો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે. જે આંતરરાષ્ટ્રીય કક્ષા પ્રમાણે 10 લેનનો હશે

યુનિવર્સિટીમાં ઉપલબ્ધ સુવિધાઓ

 • ધોરણ-12 પાસ તેમજ ગ્રેજ્યુએશન પછી પ્રવેશ મેળવી શકાશે.
 • 3000 વિદ્યાર્થીઓની કેપેસિટી
 • હ્યુમન પર્ફોમન્સ લેબોરેટરી
 • સ્ટુડન્ટ કાઉન્સેલિંગ રૂમ
 • સ્પોર્ટ્સ સાયન્સ લેબ
 • એક્સરસાઇઝ સાયકોલોજી લેબ
 • 280 વિદ્યાર્થીઓ સાથે બોય્ઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ
 • 5759 સ્ક્વેર ફૂટનું ઇન્ડોર સ્ટેડિયમ
 • 2400 સ્ક્વેર ફૂટનો પ્લેઈંગ એરિયા
સ્પોર્ટ્સ યુનિવર્સિટી તૈયાર કરવા માટે અથાગ મહેનત કરી રહેલા વાઇસ ચાન્સેલર ડો. અર્જુનસિંહ રાણા
સ્પોર્ટ્સ યુનિવર્સિટી તૈયાર કરવા માટે અથાગ મહેનત કરી રહેલા વાઇસ ચાન્સેલર ડો. અર્જુનસિંહ રાણા
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો