શ્રીજી વિસર્જન:ભાવના મહત્ત્વની, પદ્ધતિ ગૌણ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ જ સાચી રીત - Divya Bhaskar
આ જ સાચી રીત

કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે કોર્પોરેશનના તંત્રે આ વર્ષે શ્રીજીની પ્રતિમાઓના નદી-તળાવોમાં કરાતા જાહેર વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે. સામાન્ય રીતે વિસર્જન ટાણે મોટી સંખ્યામાં ટોળાં જામતાં હોય છે, જેને પગલે સંક્રમણ ફેલાવાનું જોખમ અનેકગણું વધી જાય છે. જેથી તંત્ર દ્વારા પોતાના ઘરે જ વિસર્જન કરવા જણાવાયું હતું, જેથી સંક્રમણ પણ ન ફેલાય અને નદી-તળાવોનું પાણી પણ પ્રદૂષિત ન થાય. બીજી તરફ ગણેશોત્સવના પાંચમા દિવસે બુધવારે એનએસયુઆઇના નેતાઓએ વારસિયામાં આવેલા ધોબી તળાવમાં વિસર્જન કરવા માટે તાયફો કર્યો હતો, જ્યારે કેટલાક લોકો વિસર્જન કરવા માટે ઉમેટા મહીસાગર નદીએ પહોંચી ગયા હતા. આ સાથે શહેરના કેટલાક જાગૃત નાગરિકોએ ઘરે જ ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...