રાજીનામું:ગોત્રી દુષ્કર્મ કેસમાંથી ખાસ સરકારી વકીલનું રાજીનામું

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંગત કારણોસર રાજીનામું આપ્યું : પ્રવીણ ઠક્કર

રાજ્યભરમાં ચકચાર જગાવનાર ગોત્રી દુષ્કર્મ કેસમાં રાજ્ય સરકારે સ્પેશીયલ સરકારી વકીલ તરીકે સિનિયર એડવોકેટ પ્રવીણ ઠક્કરની નિમણૂંક કરી હતી, જો કે, તેમણે અચાનક જ આ કેસમાંથી અંગત કારણોસર રાજીનામુ આપી દીધુ છે. ગોત્રી દુષ્કર્મ કેસમાં પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ, સી.એ. અશોક જૈનની ધરપકડ થઇ હતી. જ્યારે મદદગારીમાં પોલીસે કાનજી મોકરીયાની પણ ધરપકડ કરી હતી.

જેમાં કાનજી મોકરીયા અને અશોક જૈન હાલ જામીન પર મુક્ત થયા છે, રાજુ ભટ્ટ હાલ જ્યુ. કસ્ટડીમાં છે.આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી સરકારે નવલખી ગેંગ રેપ કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા કરાવનાર સિનિયર એડવોકેટ પ્રવીણ ઠક્કરની નિમણૂંક કરી હતી. આ કેસમાં હાલ ચાર્જશીટ થઇ ચૂકી છે અને અદાલતમાં કેસ પેન્ડિંગ છે, ત્યારે.7મીના રોજ પ્રવીણ ઠક્કરે કાયદા વિભાગના સચીવને ગોત્રી દુષ્કર્મ કેસમાંથી રાજીનામુ આપ્યું હતું. એડવોકેટ પ્રવીણ ઠક્કરે જણાવ્યું હતું કે, તેમણે અંગત કારણોસર કેસમાંથી રાજીનામુ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...