તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેમુ આજથી શરૂ:સ્પેશિયલ મેમુ ટ્રેનમાં પાસ નહીં ચાલે, 50 % વધુ ભાડું વસૂલાશે, મુસાફરી કરવા માટે ફરજિયાત રિઝર્વેશન કરાવવું પડશે

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વડોદરા-સુરત અને વલસાડ-ઉમરગામ મેમુ આજથી શરૂ

રેલવે પ્રવાસીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા અને સુરત વચ્ચે અને વલસાડ અને ઉમરગામ વચ્ચે 9મી ફેબ્રૂઆરીથી સ્પેશિયલ મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન રિઝર્વ હોવાથી મુસાફરોએ 50 ટકા ભાડુ વધારે ચુકવવું પડશે. નવી સુચના મળે ત્યાં સુધી આ ટ્રેન ચાલુ રહેશે.

રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ આ ટ્રેનો સંપૂર્ણરીતે આરક્ષિત રહેશે,વડોદરા-સુરત મેમુ સ્પેશિયલ ટ્રેન વડોદરાથી સવારે 5.50 વાગે ઉપડશે અન સુરત ખાતે સવારે 9.15 વાગે પહોંચશે.સુરત-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેન સાંજે 17.38 વાગે સુરતથી ઉપડશે અને વડોદરા ખાતે રાત્રે 21.20 વાગે પહોંચશે.આ ટ્રેન તમામ સ્ટેશનો ખાતે ઉભી રહેશે. આ ટ્રેનમાં કુલ 12 કોચ રહેશે. પાસ હોલ્ડરોએ આ ટ્રેનમાં બેસવા ટિકીટ લેવી પડશે અને મુસાફરોએ ટિકિટ રિઝર્વ કરાવવી પડશે.ટ્રેનમાં કોઈ પણ જાતનો પાસ ચાલશે નહી.

આ ટ્રેન વડોદરાથી ઉપડી વિશ્વામીત્રી, મકરપુરા, વરણામા, ઇંટોલા, કાશીપુરા સરાર, મિયાંગામ કરજણ, લાકોદ્રા, પાલેજ, વરેડિયા, નબીપુર, ચાવજ, ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, હથુરણ, કોસંબા, કીમ, કુડસદ, સાયન, ગોઠાણ ગામ, કોસાડ અને ઉત્રાણ સ્ટેશને ઉભી રહેશે.

પાસ હોલ્ડર એસોસીયેશનના પ્રમુખ ઓમકારનાથ તિવારીએ જણાવ્યું હતું કે ‘ આ સ્પેશીયલ મેમુ ટ્રેન ચાલુ કરવાનો રેલવે તંત્રનો નિર્ણય આવકારદાયક છે પણ ટ્રેનમાં મુસાફરી કરવા માટે યાત્રીએ 50 ટકા ભાડુ વધુ ચુકવવું પડશે. એટલે કે વડોદરાથી સુરતનું લોકલ ટ્રેન અને મેમુ ટ્રેનનું ભાડું રૂ.30 છે પણ જો યાત્રીએ સ્પેશીયલ મેમુ ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો તેમને રીઝર્વેશન ચાર્જના રૂ.15 સહિત રૂા.45 ચુકવવા પડશે.જે સામાન્ય અને ગરીબ જનતાને પોષાય તેમ નથી.કારણ કે મેમુ હોય કે સ્પેશીયલ મેમુ ટ્રેન હોય તેમાં મુસાફરી કરનાર સામાન્ય પ્રવાસી જ હોય છે. રેલવે તંત્રે આ અંગે પુન: વિચારવું જોઇએ.

વડોદરા રેલવે ડિવિઝનના જન સંપર્ક અધિકારી ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે ‘વધારાના રૂ.15 રીઝર્વેશન ચાર્જ તરીકે લેવાશે પણ યાત્રીને બેસવા માટેની સીટ ચોક્કસપણે મળશે. દેશમાં વ્યાપેલી મહામારી કોવિડ -19 બાબતે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના માપદંડ અને સુચનાઓ્નું પાલન યાત્રીઓએ કરવાનું રહેશે.જેમાં ટ્રેનો અને રેલવે સ્ટેશનનો ખાતે સોશિયલ ડિસ્ટન્સ અને સ્વચ્છતા પણ જાળવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો