• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Speaking On A Jungle Safari At The Statue Of Unity, The Parrot Became The Center Of Attraction, Modi Spoke Holding The Parrot In His Hand

સહેલાણીઓમાં આકર્ષણ:સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જંગલ સફારીમાં બોલતા પોપટ આકર્ષણનું કેન્દ્ર બન્યા, મોદીએ પોપટને હાથમાં લઇને વાત કરી હતી

કેવડિયાએક વર્ષ પહેલા
જંગલ સફારીમાં બોલતા પોપટને જોવા માટે ભીડ થઇ જાય છે - Divya Bhaskar
જંગલ સફારીમાં બોલતા પોપટને જોવા માટે ભીડ થઇ જાય છે
  • જંગલ સફરીની ઇન્ડિયન બર્ડ એવીયરીમાં 30 જેટલા પોપટ મૂકવામાં આવ્યા છે

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ડુમખલ ગામના જંગલોમાં જ બોલતા પોપટ જોવા મળે છે. જોકે, જંગલો ઓછા થવા સાથે બોલતા પોપટની પ્રજાતિ પણ ઓછી થઈ ગઈ છે, પરંતુ, જંગલ સફરીની ઇન્ડિયન બર્ડ એવીયરીમાં 30 જેટલા પોપટ મૂકવામાં આવ્યા છે. આ બોલતા પોપટ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને પ્રવાસીઓ પોપટને બોલાતા જોઈને આશ્ચર્યમાં મૂકાઇ જાય છે.

લોકો પોપટ સાથે વાત કરવા પડાપડી કરે છે
ગત 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેવડિયા સ્થિત જંગલ સફારી પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં દેશ અને વિદેશથી પશુ પક્ષીઓ લાવવામાં આવ્યા છે, પરંતુ, નર્મદાના ડુમખલના પોપટ સહેલાણીઓમાં સૌથી વધુ આકર્ષણરૂપ બની રહ્યા છે. પ્રવાસીઓ જે બોલે છે, પોપટ તેને સામે બોલી બતાવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પોપટને તેમના હાથ પર લઈને પોપટ સાથે વાત કરી હતી.

મોદીએ પણ બોલતા પોપટ સાથ
મોદીએ પણ બોલતા પોપટ સાથ

પ્રવાસીઓ પણ આ પોપટો સાથે વાત કરી ખુશ થાય છે
હાલ જંગલ સફારીમાં 30 જેટલા નર્મદાના ડુમખલના પોપટો લાવવામાં આવ્યા છે. અહીં આવતા પ્રવાસીઓ પણ આ પોપટો સાથે વાત કરી ખુશ થાય છે અને રેર્ડિંગ કરીને યાદગીરી લઇને જાય છે. આ પોપટની સાથે વાત કરવા પ્રવાસીઓ પણ પડાપડી કરી રહ્યા છે. દેશ વિદેશથી લાવવામાં આવેલા પક્ષીઓમાં નર્મદા જિલ્લાના ડુમખલના પોપટો જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે..

જંગલ સફારીમાં 30 જેટલા નર્મદાના ડુમખલના પોપટો લાવવામાં આવ્યા છે
જંગલ સફારીમાં 30 જેટલા નર્મદાના ડુમખલના પોપટો લાવવામાં આવ્યા છે

આવા પોપટ અમે પહેલીવાર જોયા અને પોપટને જોઇને નવાઈ પણ લાગી
આ બાબતે વડોદરાના પ્રવાસી શૈલેષ પરીખે જણાવ્યુ હતુ કે, આવા પોપટ અમે પહેલીવાર જોયા અને પોપટને જોઇને નવાઈ પણ લાગી છે. ખરેખર નર્મદા જિલ્લો પ્રકૃતિ સૌંદયથી ભરપૂર છે. અહીં ખુબ મઝા આવે છે. જેમાં ડુમખલના પોપટ તો ખુબ વિશેષ કહેવાય.

ઇન્ડિયન બર્ડ એવીયરી પોપટને રાખવામાં આવ્યા છે
ઇન્ડિયન બર્ડ એવીયરી પોપટને રાખવામાં આવ્યા છે

(અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)

અન્ય સમાચારો પણ છે...