વડોદરા PI પત્ની ગુમ કેસ:સ્વીટી પટેલના પુત્ર રિધમે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કે, ‘હું ગભરાયેલો છું, ચિંતિત છું... મમ્મા તું ક્યાં છે?, મારો ભાઈ અંશ ક્યા છે?’

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વીટી પટેલના પુત્ર રિધમ પંડ્યાની તસવીર - Divya Bhaskar
સ્વીટી પટેલના પુત્ર રિધમ પંડ્યાની તસવીર
  • પીઆઈ અજય અમૃતભાઈ દેસાઈએ સ્વીટી પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા.

સ્વિટી પટેલ ગુમ થવાને 49 દિવસ વીતી જતાં ઓસ્ટ્રેલિયામાં રહેતા સ્વિટીના પુત્ર રીધમ પંડયાએ સોશિયલ મિડીયાના વ્હેર ઇઝ માય મોમ નામનું પેઇજ શરુ કરી ઝુંબેશ શરુ કરી હતી. રીધમે 2 પોસ્ટ કરી છે જેમાં એકમાં જણાવ્યું હતું કે હું હવે ગભરાયેલો અને ખૂબ જ ચિંતિત છું. મમ્મા તું કયા છે?

બીજી પોસ્ટમાં જણાાવ્યું હતું કે કોઇએ પ્રશ્ન પુછી રહ્યું નથી કે જો પુછે તો તે પ્રશ્નનો જવાબ આપણી પાસે નથી અને તે પ્રશ્ન છે અમારો ભાઇ અંશ કયા છે, તે કેમ છે? અને તે અત્યારે કોની સાથે રહી રહ્યો છે? અને તેની સાથે કેવો વર્તાવ કરાઇ રહ્યો છે?. તે સ્વસ્થ અને સલામત છે? તથા તે તેના પેરેન્ટસ વગર કઇ રીતે જીવી રહ્યો છે, મમ્મા તેને ખુબ પ્રેમ કરે છે અને આશા છે કે તે સલામત હશે. શું કોઇ તેને શોધી આપવા મદદ કરશે?

PI પતિએ જ હત્યા કરી હોવાનું ખુલ્યું
વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસનો દોર હાથમાં લીધાના ગણતરીના દિવસોમાં સ્વીટી પટેલના પતિ અને વડોદરા રૂરલના પીઆઈ અજય દેસાઈએ આખરે 49 દિવસ પછી કબૂલ્યું હતું કે, તેમણે જ ગળેટૂંપો દઈને પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હતી. આ હત્યા કેસમાં પુરાવાનો નાશ કરવામાં મદદ કરવા બદલ પીઆઈ અજય દેસાઈના મિત્ર કિરીટસિંહ જાડેજા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

ડાબે સ્વીટીનો 2 વર્ષનો પુત્ર અંશ અને જમણે સ્વીટીની ફાઇલ તસવીર
ડાબે સ્વીટીનો 2 વર્ષનો પુત્ર અંશ અને જમણે સ્વીટીની ફાઇલ તસવીર

પીઆઈ અજય અમૃતભાઈ દેસાઈએ સ્વીટી પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં અજય દેસાઈએ સ્વીકાર્યું હતું કે, પત્નીની હત્યા કર્યા પછી લાશ મિત્ર કિરીટસિંહ જાડેજાની અટાલી પાટિયા પાસે આવેલી બંધ હોટેલ પાછળ અવાવરું જગ્યામાં સળગાવીને ફેંકી દીધી હતી. લાશ પણ પીઆઈના મિત્ર કિરીટસિંહ જાડેજાની કારમાં લઈ જવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે આ કેસ હાથમાં લીધા બાદ મળેલા પુરાવાનો અભ્યાસ કરીને આ કેસમાં હત્યારા પીઆઈ અજય દેસાઈની સંડોવણી પુરવાર કરી તેના મિત્ર કિરીટસિંહની સામે મદદગારીનો ગુનો દાખલ કર્યો છે.

ક્રાઈમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંગના જણાવ્યા અનુસાર કરજણ પોલીસ સ્ટેશનમાં 11 જૂને સ્વીટી પટેલની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જો કે ત્યારબાદ પોલીસે તપાસમાં કશું હાથ લાગ્યું ન હતું. પરંતુ શંકાની સોય પતિ અને પીઆઈ અજય દેસાઈ તરફ તકાયેલી હતી. પરંતુ પોલીસ પાસે કોઈ નક્કર પુરાવા ન હતા. આ કેસની ગંભીરતા જોઈને રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસને સોંપી હતી.

રાત્રે 12.30એ હત્યા કર્યા પછી લાશ બેડરૂમમાં જ મૂકી રાખી હતી
પોલીસના અનુસાર અજય દેસાઈ અને તેની પત્ની સ્વીટી પટેલ વચ્ચે ગઈ તા 4 જુનના રોજ રાતના સમયે લગ્ન સબંધિત તકરાર થઈ હતી. જેમાં આવેશમાં આવીને અજય દેસાઈએ રાતના સાડા બાર વાગ્યાના સુમારે પત્ની સ્વીટી પટેલની ગળું દબાવીને હત્યા કરી નંખી હતી. હત્યા કર્યા બાદ તેનો નિકાલ કરવાની અવઢવમાં અજય દેસાઈએ આખી રાત સ્વીટી પટેલની લાશને પ્રયોશા સોસાયટીના તેના રહેણાંક મકાનના ઉપરના માળે આવેલા બેડરૂમમાં મુકી રાખી હતી.

ક્રાઈમ બ્રાન્ચે આ રીતે ભેદ ઉકેલ્યો
જે દિવસે સ્વીટી ગુમ થઈ તે દિવસે સૌથી પહેલી શંકાસ્પદ બાબત અજય દેસાઈ તેની કાર બંગલામાંથી બહાર પાર્ક કરતા હતા. પરંતુ તે રાત્રે કાર રાતના એક વાગે રિવર્સ કરી બંગલામાં મૂકી હતી. ત્યારબાદ અજય દેસાઈનો કોલ રેકોર્ડ જોતા તેમણે રાત્રે એક વાગે કરજણની એક હોટલના માલિકને ફોન કર્યાનું પકડાયું હતું. કાર બંગલાની બહાર નીકળે છે ત્યારબાદ કરજણ ટોલનાકા પર દેખાઈ હતી. જો કે રહસ્યમય રીતે જે હોટલ માલિકને અજય દેસાઈ મળવા હોટલ પર નીકળે છે તે દિવસના હોટલના સીસીટીવી ફુટેજ ગુમ થઈ જાય છે. પોલીસ તપાસમાં દહેજ નજીક માનવ અસ્થિ મળે છે તે મકાનની માલિકી પણ કરજણના હોટેલ માલિક કિરીટસિંહ જાડેજાની હોઈ તેમજ પીઆઈ અજય દેસાઈના મોબાઈલ લોકેશન પણ ત્યાં જ બતાવતંુ હોઈ ક્રાઈમ બ્રાંચે આ દિશામાં પુરાવા મળ્યા બાદ અજય દેસાઈની સ્પષ્ટ સંડોવણી હોવાનું બહાર આવતા તેની પૂછપરછ કરતા આખરે તેમણે ગુનાની કબૂલાત કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...