તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા સામૂહિક આપઘાત:સોની પરિવારનો ધંધો બંધ થયો અને ઘર વેચાયું પણ પૈસા ન મળ્યાં, બીજે ધંધો જામ્યો નહીં એટલે મોત વ્હાલું કર્યું

વડોદરા4 મહિનો પહેલા
  • ઝેર પીનાર ઘરના મોભી, પૌત્ર, અને તેમની ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીનું કરૂણ મોત

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં ભાડા રહેતા સોની પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. આપઘાત કરવા પાછળ આર્થિક સ્થિતિ કારણભૂત છે. પરિવારનો ધંધો બંધ થઈ જતા અને બીજે ધંધો બરાબર ન ચાલતા બાળકો સાથે 6 સભ્યોના પરિવારે ઝેરી દવા પીવાની નોબત આવી હતી. જેમાં ઘરના મોભી, પૌત્ર, અને તેમની ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીનું કરૂણ મોત થયું છે. જ્યારે મોટો દીકરો અને તેની પત્ની સહિતના 3 પરિજનો હાલ સારવાર હેઠળ છે. ઘર વેચાયું પણ તેના પૈસા ન મળતાં

ઘર વેચી ભાડે રહેતા હતા
સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં જ મકાન નંબર 18માં રહેતા લોકડાઉન વખતે જ આર્થિક સ્થિતિ કથળી જતાં નરેન્દ્ર સોનીએ ઘર વેચી દેવું પડ્યું હતું. આઠ માસ પૂર્વે એમને આ મકાન 26 લાખમાં વેચી દીધું હતું. એટલું જ નહીં પરિવારની હાલત એટલી હદે કથળી ગઈ હતી કે વેચેલા મકાનને બદલે સોસાયટીમાં જ અન્ય મકાનમાં ભાડે રહેવા જવું પડ્યું હતું. ઓછામાં પૂરતું પ્લાસ્ટિકનો પરચૂરણ ધંધો પણ ભાંગી પડતા દુકાન પણ વેચી દેવી પડી હતી. વેચેલા મકાનના અડધા નાણાં જ પરિવારજનોએ લીધા હોવાની વિગતો આવી છે બાકીના નાણા લેવાના બાકી હતા.

નરેન્દ્ર સોનીના મકાન 18 ખાતે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા
નરેન્દ્ર સોનીના મકાન 18 ખાતે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા

આર્થિક સ્થિતિ બગડતાં ઘર અને દુકાન પણ વેચી દીધી
વડોદરાના સોની પરિવારે આર્થિક તંગીને પગલે મોત વ્હાલું કરવા પ્રયાસ કર્યો છે. જેમાં 3 હાલ સારવાર હેઠળ છે. ઘરે વેચી દેતા તેઓ શિવશક્તિ નામના મકાનમાં ભાડે રહેતા હતા. ભાડાના જ મકાનમાં આખા પરિવારે ઝેરી દવા ગટગટાવી હતી. સોની પરિવારે સોસાયટીમાં આવેલા 18 નંબરનું મકાન અને મંગળ બજારમાં આવેલી પ્લાસ્ટિકની દુકાન પણ વેચી દીધી હતી. જોકે આર્થિક સ્થિતિ કથળતાં તેમણે આખરે મોતનો રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો હતો.

સ્વાતિ સોસાયટીના ભાડાના મકાન શિવશક્તિમાં આખા પરિવારે ઝેરી દવા પી લીધી
સ્વાતિ સોસાયટીના ભાડાના મકાન શિવશક્તિમાં આખા પરિવારે ઝેરી દવા પી લીધી

મકાન વેચી દીધું પણ પૈસા ન મળતાં પરિવારની હાલત કથળી
સામૂહિક આપઘાત કેસમાં નવો ખુલાસો થયો છે. જેમાં સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીના મકાન નંબર 18ને ભાવિન સોનીએ વેચી દીધું હતું અને નવું મકાન ખરીદયું હતું. ભરત વાઘેલા નામના વ્યક્તિએ ભાવિન સોની પાસેથી મકાન ખરીદયું હતું અને રૂ. 2 લાખ બાના પેટે આપ્યા હતા. જેમાં એક લાખનો એક ચેક બાઉન્સ થયો હતો. જ્યારે વેચેલા મકાનના રૂ. 23 લાખ ન મળતા ભાવિને મકાન ખરીદનાર સામે પોલીસ કેસ કર્યો હતો. જેમા ભાવિને મકાન વેચવાની ડીલ કેન્સલ કરી હતી. જેને પગલે ભરત વાઘેલાએ આજે સવારે અગાઉ આપેલા એક પરત લેવા ફોન કર્યો હતો. એ દરમિયાન જ આ આપઘાતની ઘટના બની છે.

અન્ય સમાચારો પણ છે...