તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાનું ગૌરવ:પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ સોનલ ઠાકુર મિસિસ ઇન્ડિયા દિવાસ યુનિવર્સ બની, કહ્યું: 'મારી સિદ્ધિમાં પતિ અને પરિવારજનોના સહયોગ બદલ હું તેમને આભારી છું'

વડોદરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ સોનલ ઠાકુર મિસિસ ઇન્ડિયા દિવાસ યુનિવર્સ બની - Divya Bhaskar
પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ સોનલ ઠાકુર મિસિસ ઇન્ડિયા દિવાસ યુનિવર્સ બની
 • ગ્રાન્ડ ફિનાલેમાં મિસ, મિસિસ ટાઇટલ જીતવા માટે 22 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
 • મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતા બ્યુટી કોન્ટેસ્ટ જીતવાનો નિર્ધાર કર્યો હતો

વડોદરા શહેરની પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ સોનલ ઠાકુરને 2021ની મિસિસ ઇન્ડિયા દિવાસ યુનિવર્સ તરીકે જાહેર કરવામાં આવી છે. ગોવામાં જાન્યુઆરી મહિનામાં યોજાયેલા સમારોહમાં મેકઅપ આર્ટિસ્ટ સોનલ ઠાકુરને ટાઇટલ આપવામાં આવ્યું હતું.

ગ્રાન્ડ ફિનાલેમાં મિસ, મિસિસ ટાઇટલ જીતવા માટે 22 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
પ્રોફેશ્નલ મેક-અપ આર્ટિસ્ટ અને હવે બ્યુટી ક્વિન સોનલ ઠાકુરે મિસિસ ઇન્ડિયા દિવાસ યુનિવર્સ 2021નું ટાઇટલ જીત્યું છે. ગોવામાં જાન્યુઆરી મહિનામાં યોજાયેલા મિસિસ ઇન્ડિયા દિવાસ યુનિવર્સ 2021માં શહેરના પ્રોફેશ્નલ મેક-અપ આર્ટિસ્ટ સોનલ ઠાકુરે આ ટાઇટલ જીત્યું છે. ગ્રાન્ડ ફિનાલેમાં મિસ, મિસિસ ટાઇટલ જીતવા માટે 22 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. હાલમાં સોનલ ઠાકુર વડોદરામાં ભરત નાટ્યમ શીખવાની સાથે-સાથે પીએચડી કરે છે. તેમણે પોતાના પ્રોફેશ્નલ મેક-અપ આર્ટિસ્ટ કૌશલ્યો બદલ ગોલ્ડ મેડલ્સ પણ જીત્યાં છે. ગત વર્ષે તેમણે મિસિસ બેસ્ટ ફેશન આઇકોન અને મિસિસ ઇન્ડિયાનું ટાઇટલ પણ જીત્યું છે.આ સિદ્ધિ અંગે પ્રતિક્રિયા આપતાં સોનલ ઠાકુરે જણાવ્યું હતું કે, મિસિસ ઇન્ડિયા દિવાસ 2021નું ટાઇટલ મેળવવા બદલ હું અત્યંત ખુશી અને સંતોષ અનુભવું છું. મારી સિદ્ધિમાં મારા પતિ અને પરિવારજનોના સહયોગ બદલ હું તેમને આભારી છું.

ગોવામાં જાન્યુઆરી મહિનામાં યોજાયેલા સમારોહમાં મેકઅપ આર્ટિસ્ટ સોનલ ઠાકુરને ટાઇટલ આપવામાં આવ્યું હતું.
ગોવામાં જાન્યુઆરી મહિનામાં યોજાયેલા સમારોહમાં મેકઅપ આર્ટિસ્ટ સોનલ ઠાકુરને ટાઇટલ આપવામાં આવ્યું હતું.

પરિવારજનોએ મને પ્રોત્સાહન આપ્યું
વડોદરા શહેરની પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ સોનલ ઠાકુરે જણાવ્યું હતું કે, પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છું, પણ સાથે મને બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાનો રસ હતો. મેરેજ બાદ મારા પતિને આ અંગે વાત કરી તેમણે અને પરિવારજનોએ મને પ્રોત્સાહન આપ્યું હતું. સ્પર્ધા માટે રેમ્પ વોક અને ક્વેશ્ચન-આન્સર રાઉન્ડ ખુબ જ મહત્વના અને ચેલેન્જિંગ હતા. આ ઉપરાંત એથનિક, સ્પોર્ટસ, ક્રિયેટિવ, યોગ, કોકટેઇલ જેવા 11 રાઉન્ડ બાદ ટાઇટલ માટે પસંદગી થઇ હતી.

પોતાના પ્રોફેશ્નલ મેક-અપ આર્ટિસ્ટ કૌશલ્યો બદલ ગોલ્ડ મેડલ્સ પણ જીત્યા છે
પોતાના પ્રોફેશ્નલ મેક-અપ આર્ટિસ્ટ કૌશલ્યો બદલ ગોલ્ડ મેડલ્સ પણ જીત્યા છે

ગત વર્ષે મિસિસ બેસ્ટ ફેશન આઇકોન અને મિસિસ ઇન્ડિયાનું ટાઇટલ જીત્યું હતું
સોનલ ઠાકુરે માંજલપુરની પંચશીલ વિદ્યાલય અને મહાત્મા ગાંધી વિદ્યાલયમાં સ્કૂલિંગ કર્યા બાદ ઇન્દોરની ગુજરાતી ગર્લ્સ કોલેજમાં હાલમાં મેથ્સમાં પીએચ.ડી. અને ભરતનાટ્યમ શીખી રહ્યાં છે. તેણે ગત વર્ષે મિસિસ બેસ્ટ ફેશન આઇકોન અને મિસિસ ઇન્ડિયાનું ટાઇટલ જીત્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો