વડોદરા શહેરના ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવનમાં પતિએ પત્ની અને પુત્રની હત્યા કરીને પોતે પણ આપઘાત કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રીતેશભાઈએ આપઘાત કરતાં પહેલાં ઘરની દીવાલ પર લખ્યું હતું કે, 'Sorry maa'.
દેવું વધી ગયું છે, હવે કોઈ ઓપ્શન જ નથી
મેઈન રીઝન ઓન્લી ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે. બહુ દેવું વધી ગયું છે. હવે કોઈ ઓપ્શન જ નથી રહ્યો અમારી જોડે. 6-7 યરથી અમે અલગ રહ્યાં છે, એટલે અમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન અમારી સાથે એન્ડ થઈ જશે.
દીકરાએ લખ્યું: Sorry maa
આ અમે અમારી મરજીથી પગલું ભર્યું છે. અમારી સુસાઇડ નોટ અમારા મોબાઇલમાં છે. પોલીસ કમિશનર સરને રિક્વેસ્ટ છે, અમારા ફેમિલી મેમ્બર્સને હેરાન કરવા નહીં. આ અમે અમારી મરજીથી કર્યું છે.
ઘરમાંથી ત્રણેયના મૃતદેહો મળ્યા
દર્શનમ ઉપવન ડુપ્લેક્સના મકાન નં-A-3, 102માં રહેતા પ્રીતેશભાઈ પ્રતાપભાઈ મિસ્ત્રી(ઉં.30) શેરબજારનું કામ કરતા હતા. તેઓ 7 વર્ષના પુત્ર અને પત્ની સાથે અહીં રહેતા હતા. આજે સવારે પ્રીતેશભાઈ, તેમનાં પત્ની સ્નેહાબેન પ્રીતેશભાઈ મિસ્ત્રી (ઉં.32) અને પુત્ર હર્ષિલ પ્રીતેશભાઈ મિસ્ત્રી (ઉં.07)ના ઘરમાંથી મૃતદેહો મળ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો પહોંચી ગયાં હતાં અને પોલીસ પણ દોડી ગઈ હતી. ઘટનાને પગલે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું.
મોબાઈલમાંથી મળી આવી સ્યુસાઈડ નોટ
આ અમારું ડિસીઝન છે એટલે પોલીસ કમિશનર શ્રીને રીકવેસ્ટ છે કે અમારા ફેમિલી મેમ્બરને હેરાન ના કરતા. આ અમારું ડિસીઝન લીધેલું છે જેનું મેઇન રીઝન ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે.
મેં ક્રેટા અને અલ્ટો સેલ કરેલી છે જેના પૈસાથી મેં મારું થોડું દેવું ક્લીયર કરેલું છે. મને માફ કરજો હું એનઓસી આપી નહીં શક્યો બીકોઝ મારી જોડે બીજા પૈસા નહોતા. આ બધુ ટ્રાન્જેક્શન મેં મારી જાતે કર્યું છે તેથી કોઈની રિસ્પોન્સિબિલિટી નથી. મારા ફેમિલીથી હું અલગ રહેતો હતો 6-7 યરથી એટલે એમની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી આમાં. પોલીસ કમિશનર સાહેબને રીકવેસ્ટ રહેશે કે પ્લીઝ અમારી ફેમિલીને સપોર્ટ કરજો કોઈ મારા રીલેટેડ મારી ફેમિલીને હેરાન કરે તો. અને અમારી પ્રાઇવેસીનું ધ્યાન રાખવામાં આવે. મીડિયાને રીકવેસ્ટ રહેશે.
મેરેજ પછી હું જ મારા બિહેવીયરના લીધે અલગ થયો હતો. તે વખતે પણ અમે નોટરી કરી હતી કે મારી મા અને ફેમિલીથી હું અલગ રહીશ વાઈફ અને સનને લઇને. નોટરીમાં અમે નક્કી કરેલું કે મારી કોઈપણ ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટીમાં મારી મા કે ફેમિલીની રિસ્પોન્સિબિલિટી નહીં રહે. તેથી હું મારી પત્ની જોડે 6-7 યરથી અલગ જ રેન્ટ પર રહેતો હતો. ઇન શોર્ટ મારા મર્યા પછી કોઈની કોઈ રિસ્પોન્સિબિલિટી નહીં રહે મારા દરેક ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શનમાં.
માલી ફેમિલી અને સીયાની ફેમિલીને રીકવેસ્ટ છે કે આ ડિસીઝન અમારું છે તો પ્લીઝ એક બીજા માટે વેર ભાવ ના રાખતા... બંન્ને ફેમિલી મળીને અમારા અંતિમ સંસ્કાર મોટા પપ્પાને ત્યાંથી કરજો... ભગવાન રામની જેવી મરજી...
મારા બધા બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ છે... એક દેવું પુરું કરવામાં મેં બીજું દેવું કર્યું.. એટલે મારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન બગડી ગઈ તી... જેને પણ મારી જોડે ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન કર્યા છે એ મારા જોડે જ કર્યા તા... મારા સિવાય કોઈ આમાં પ્રેઝન્ટ નહોતું... મારા માર્યા પછી કોઈની રિસ્પોન્સિબિલિટી નહી રહે મારા ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શમાં. મારી ફેમિલી જોડે એમ પણ અમારા પ્રેમ ભાવ અને આવા જવાના રીલેશન હતા. ફાઇનાન્શિયલ રીલેશન નહોતા.. મારા ફેમિલી મેમ્બર્સને રીકવેસ્ટ રહેશે જો કોઈ તમને હેરાન કરે તો વકીલને લઇ જઇને પોલીસ ફરીયાદ કરવી.
અગેઇન મારી ફેમિલી અને સીયાની ફેમિલી મેમ્બર્સને રીકવેસ્ટ રહેશે આપસમાં કોઈ વેર ભાવ ના રાખતા...
માતા પહોંચ્યા તો પુત્ર લટકેલો હતો
પ્રીતેશભાઈએ ગઈકાલે રાત્રે મમ્મીને મેસેજ કર્યો હતો કે આવતીકાલે સવારે ઘરે આવજો, જમવા જવાનું છે. સવારે જ્યારે તેમનાં મમ્મી તેમના ઘરે ગયાં ત્યારે પ્રીતેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા અને તેમનાં પત્ની અને પુત્રના મૃતદેહો પલંગ ઉપર પડ્યા હતા.
ત્રણેયના મૃતદેહો જોઈને માતા હેબતાઈ ગયાં
માતા સવારે તેમના ઘરે પહોંચ્યાં, પ્રીતેશભાઈને ફોન કર્યો હતો અને ત્યાર બાદ પ્રીતેશભાઈનાં પત્નીને ફોન કર્યો હતો. તેમને પણ પણ ફોન ઉપાડ્યો નહોતો. જેથી દરવાજો ખોલીને જોયું તો પ્રીતેશભાઈનો મૃતદેહ લટકતો જોયો હતો. પછી પલંગ પર રહેલા પુત્ર અને પત્નીના મૃતદેહો પડ્યા હતા. ત્રણેયના મૃતદેહો જોઈને પ્રીતેશભાઈનાં માતા હેબતાઈ ગયાં હતાં.
તાજેતરમાં જ ક્રેટા કાર ખરીદી હતી
પ્રીતેશભાઈએ તાજેતરમાં જ ક્રેટા કાર ખરીદી હતી. પ્રીતેશભાઈના પિતાનું ઘણા સમય પહેલાં મૃત્યુ થયું હતું. હાલ તેમના પરિવારમાં માતા શીલાબેન અને બહેન પ્રિયા છે. તેઓ છેલ્લાં 6થી 7 વર્ષથી પરિવારથી અલગ ભાડાના મકાનમાં રહેતા હતા.
એક વર્ષથી ભાડાના મકાનમાં રહેતા હતા
પ્રીતેશભાઈ મિસ્ત્રી છેલ્લા એક વર્ષથી દર્શનમ ઉપવનમાં A-3, 102 નંબરના મકાનમાં ભાડેથી રહેતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.