• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Son in law Claims Parents Who Did Not Pay Rs 20,000 Tied The Daughter To The Bed At Home, The Husband Freed Her With The Help Of Abhayam

ક્રુરતા:વડોદરાના પાદરામાં જમાઇએ દાવાના રૂ. 20 હજાર ન આપતા માતા-પિતાએ દીકરીને ઘરમાં ખાટલા સાથે બાંધી દીધી, પતિએ અભયમની મદદથી મુક્ત કરાવી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માતા-પિતાએ દીકરીને પોતાના ઘરે બોલાવી ખાટલા સાથે બાંધી દીધી હતી - Divya Bhaskar
માતા-પિતાએ દીકરીને પોતાના ઘરે બોલાવી ખાટલા સાથે બાંધી દીધી હતી
  • આગામી સમયમાં પતિ-પત્નીને રક્ષણ મળી રહે તે માટે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા જિલ્લાના પાદરામાં જમાઇએ દાવાના 20 હજાર રૂપિયા સમયસર ન આપતા માતા-પિતાએ દીકરીને પોતાના ઘરે બોલાવી ખાટલા સાથે બાંધી દીધી હતી. એથી વધારે પત્નીને લેવા માટે ગયેલા પતિને પણ માર માર્યો હતો. આખરે પતિએ 181 અભયમની મદદ લઇ પત્નીને મુક્ત કરાવી હતી.

દીકરીને ઘરમાં ખાટલા સાથે બાંધી દીધી
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સાસરી પક્ષવાળા પરિણીતા પર ત્રાસ ગુજારતા હોવાની રોજેરોજ ફરિયાદો થઇ રહી છે. પરંતુ, પાદરામાં 20 હજાર રૂપિયા માટે રાજસ્થાની પરિવારે સુખી સાંસારીક જીવન જીવતી દીકરીની જિંદગી બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજસ્થાની પરિવારે લગ્ન સમયે નક્કી થયા મુજબ રૂપિયા 20 હજાર દાવાની રકમ માટે પોતાની દીકરીને પોતાના ઘરે મળવા આવવાના બહાને બોલાવી હતી અને ઘરમાં ખાટલા સાથે બાંધી દીધી હતી.

દાવા પેટે રૂ.20 હજારની રકમ નક્કી કરી
વડોદરા શહેર નજીક આવેલા પાદરા ખાતે રાજસ્થાની પરિવારે પોતાની દિકરીના લગ્ન સમાજના રીતી રિવાજ મુજબ કરાવ્યા હતા અને તે લગ્નજીવન દરમિયાન મહિલાને બે દીકરીનો જન્મ થયો હતો. મહિલાને દિકરાનો જન્મ ન થતાં તેના પહેલા પતિએ છુટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ મહિલા તેના માતા-પિતા સાથે રહેતી હતી. જો કે મહિલાના માતા-પિતાએ બીજા યુવક સાથે તેના પુનઃ લગ્ન કરાવી દીધા હતા અને તેના દાવા પેટે રૂ.20 હજારની રકમ નક્કી કરી હતી.

જમાઇ નાણાં આપી શક્યો નહોતો
આ દાવાની માગણીની રકમ ચૂકવવા મહિલાના પતિએ થોડી મુદ્દત માગી હતી. પરંતુ જમાઇ રકમ આપી શક્યો ન હતો. જેથી મહિલાના પિતાએ જમાઈને જણાવ્યું હતું કે, તે રકમ આપશે તો જ પાતાની દીકરીને સાસરીમાં મોકલશે તેમ કહી દીકરીને મળવા આવવાના બહાને સાસરીમાંથી પિયરમાં બોલાવી લીધી હતી.

સાસરીવાળાએ જમાઈને મારવા લેતા ભાગી છુટ્યો
દરમિયાન મહિલાનો પતિ તેની પત્નીને લેવા માટે સાસરીમાં પહોંચ્યા હતો અને સાથે રહેવા તેના સસરા પાસે માગ કરી હતી. પરંતુ, તેમના સસરાએ દીકરીને સાસરીમાં મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો. બીજી બાજુ મહિલાએ પોતે તેના પતિ સાથે રહેવા જવાની તૈયારી કરતા તેણા પરિવારે તેને દોરીથી ખાટલા સાથે બાંધી હતી. આ દરમિયાન મહિલાના પતિએ પોતાની પત્નીને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, સાસરીવાળાએ જમાઈને મારવા લેતા તે ત્યાંથી ભાગી છુટ્યો હતો.

પતિએ અભયમની મદદથી મુક્ત કરાવી
પતિએ પોતાની પત્નીને તેના માતા-પિતાની ચુંગાલમાથી છોડાવવા 181 મહિલા હેલ્પલાઈન (અભયમ) પાદરાનો સંપર્ક સાંધ્યો હતો. આ સમગ્ર મામલાની જાણ થતાં અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહિલાને તેના માતા-પિતાની ચુંગાલમાથી છોડાવી હતી. જ્યારે આગામી સમયમાં પતિ પત્નીને રક્ષણ મળી રહે તે માટે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. વડુ પોલીસે આ બનાવ અંગે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...