તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્દયી દીકરો:વડોદરામાં પુત્રએ માતાની હત્યા કરી મૃતદેહ પાસે ઓમ નમઃશિવાયના જાપ કર્યા, કહ્યું: મારામાં શિવજીએ પ્રવેશ કર્યો, પપ્પા સપનામાં આવ્યા હતા, કહ્યું મમ્મીને ઉપર મોકલ એટલે મારી નાખી'

વડોદરા2 મહિનો પહેલા
મૃતક માતાની ફાઇલ તસવીર અને હત્યાનો આરોપી પુત્ર. - Divya Bhaskar
મૃતક માતાની ફાઇલ તસવીર અને હત્યાનો આરોપી પુત્ર.
 • ગોત્રી પોલીસે આરોપી પુત્રની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી
 • યુવાને દારૂ પીવા બાબતે રાત્રે માતા સાથે ઝઘડો કર્યો હતો

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા જય અંબેનગરમાં પુત્રએ માતાની ઘાતકી હત્યા કરીને લાશને સળગાવી નાખવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. માતાની હત્યા કર્યા બાદ પુત્ર બે હાથ જોડીને લાશ પાસે જ ઊભો રહ્યો હતો અને ઓમ નમઃ શિવાયના જાપ કર્યા હતા. ગોત્રી પોલીસે આરોપી પુત્રની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

'સપનામાં પપ્પા આવ્યા હતા કહ્યું મમ્મીને ઉપર મોકલ એટલે મેં મારી નાખી'
મૃતકની દીકરી સજ્જનબહેને જણાવ્યું હતુ કે, દરવાજો ખખડાવતા પહેલા તો બે વખત દિવ્યેશએ ખોલ્યો ન હતો. બાદમાં દરવાજો ખોલતા જ તેમને સવાલ કર્યો મમ્મી ક્યાં છે ? ત્યારે દિવ્યેશ બોલ્યો મેં મમ્મીને મારી નાખી પાછળ સળગાવી દીધી છે, જેથી મેં મારા ભાઇને પુછ્યું તે કેમ મમ્મીને મારી નાખી? ત્યારે આ સવાલનો વળતો જવાબ આપતા દિવ્યેશે કહ્યું હતું કે, 'સપનામાં પપ્પા આવ્યા હતા કહ્યું મમ્મીને ઉપર મોકલ એટલે મેં મારી નાખી'

'મારામાં શંકર ભગવાન આવી ગયા છે, એટલે મારાથી તેને ઘરમાં ના રખાય, એટલે મેં મારી નાખી'
જ્યારે પોલીસે આ મામલે હત્યારા દિવ્યેશની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઇ એસ.વી ચૌધરીને કહ્યું હતું કે, 'મારામાં શંકર ભગવાન આવી ગયા છે, એટલે મારાથી તેને ઘરમાં ના રખાય, એટલે મેં મારી નાખી'

ઉશ્કેરાયેલા પુત્રએ કાચના ટુકડાથી માતાના પેટમાં હુમલો કર્યો
ગોત્રી વિસ્તારના અંબિકાનગરની પાછળ આવેલા જય અંબેનગરમાં માતા-પુત્ર એકલાં રહેતાં હતાં. 27 વર્ષીય પુત્ર દિવ્યેશ સરદારસિંહ બારિયા છૂટક ડ્રાઇવિંગ કરતો હતો અને 50 વર્ષીય માતા ભીખીબેન બારિયા ઘરકામ કરતી હતી. સોમવારે રાત્રે માતા અને પુત્ર વચ્ચે કોઇક કારણોસર માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા પુત્રએ માતાના છાતીથી પેટ સુધી કાચનો ટુકડાથી હુમલો કરી દીધો હતો, જેમાં માતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતું, ત્યાર બાદ ઘટના પાછળ ઢાંકપિછોડો કરવા પુત્રએ ઘરના પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાં માતાની લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર બાદ માતાની લાશ પાસે જ ઊભો રહી ગયો હતો અને ઓમ નમઃ શિવાયના જાપ કર્યા હતા.

યુવાન નશો કરવાની ટેવ ધરાવે છે માતાની હત્યા કરનાર પુત્ર દિવ્યેશના ઉપરોક્ત જવાબો સાંભળી તેની માનિસક સ્થિતિ અસ્વસ્થ હોવાનુ જણાઇ આવે છે. જોકે આસપાસમાં રહેતા લોકોના જણાવ્યાં અનુસાર હત્યારો દિવ્યેશ નશો કરવાની ટેવ ધરાવે છે. નશાની લત એને એટલી લાગી ગઇ કે તે કાયમ નશામાં જ રહેતો હતો.

ગોત્રીના જય અંબેનગરમાં માતા-પુત્ર એકલાં રહેતાં હતાં.
ગોત્રીના જય અંબેનગરમાં માતા-પુત્ર એકલાં રહેતાં હતાં.

માતાની હત્યા કરનાર પુત્ર સામે સ્થાનિકોમાં ગુસ્સો જોવા મળ્યો
મહિલાની હત્યાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને ગોત્રી પોલીસને જાણ કરી દીધી હતી. લોકોએ માતાની હત્યા કરનાર પુત્રની ઝાટકણી કાઢી હતી. ઘટનાની જાણ થતાં જ મૃતક મહિલાની દીકરી સજ્જનબેન અને જમાઈ દોડી આવ્યાં હતાં. તેઓ વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા હીરાબાનગરમાં રહે છે.

પુત્રએ ઘરના પાછળના ભાગે માતાની લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો.
પુત્રએ ઘરના પાછળના ભાગે માતાની લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી
ગોત્રી પોલીસ મથકના કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી પુત્રની અટકાયત કરીને તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. આ ગુનાની વધુ તપાસ ગોત્રી પોલીસ સ્ટેશનના PI એચ. વી. ચૌધરીએ હાથ ધરી છે.

લાશને બખોલામાંથી બહાર કાઢી, કચરા વચ્ચે પતરાથી ઢાંકી દીધી
લાશને બખોલામાંથી બહાર કાઢી, કચરા વચ્ચે પતરાથી ઢાંકી દીધી

લાશને બખોલામાંથી બહાર કાઢી, કચરા વચ્ચે પતરાથી ઢાંકી દીધી
હત્યા બાદ દિવ્યેશે માતાની લાશને ઘરના બખોલામાંથી પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કચરાના ઢગલા વચ્ચે ફેંકી સળગાવાનો પ્રયાસ કર્યો હતો પણ રાત્રે ઠંડા પવનના લીધે લાશ પૂરી ના સળગતાં તેણે લાશ ઉપર સિમેન્ટના પતરાં ઢાંકી દીધા હતા.

હત્યા કર્યા બાદ દિવ્યેશે નાહી ધોઇને ઘરમાં પૂજા- દીવો કર્યા
હત્યા કર્યા બાદ દિવ્યેશે નાહી ધોઇને ઘરમાં પૂજા- દીવો કર્યા

હત્યા કર્યા બાદ દિવ્યેશે નાહી ધોઇને ઘરમાં પૂજા- દીવો કર્યા
માતાની હત્યા કર્યા બાદ લાશને સળગાવાની કોશિશ દિવ્યેશે કરી હતી અને ત્યાર બાદ ઘરમાં આવી નાહી ધોઇને સવારે પૂજા અને દીવો કર્યો હતો અને ત્યારબાદ ઘરમાં જ રહ્યો હતો અને તેણે ભાગી છૂટવાની કોશિશ પણ કરી ન હતી.

ગોત્રી પોલીસે સ્થળ તપાસ શરૂ કરી.
ગોત્રી પોલીસે સ્થળ તપાસ શરૂ કરી.

સ્કિટ્ઝોફ્રેનિયાના દર્દીને એવું લાગે છે કે તેમને કોઈ હુકમ કરે છે
સ્કિટ્ઝોફ્રેનિયાના લક્ષણવાળા દર્દીઓને લાગે છે કે કોઇ તેની સાથે વાત કરી રહ્યું છે અને કામ કરવાનો હુકમ કરી રહ્યું છે. આવા દર્દીઓને આ પ્રકારના ગેબી અવાજ સંભળાય છે. - ડો.યોગેશ પટેલ, મનોચિકિત્સક

મૃતક મહિલાનાં પરિવારજનો સ્થળ પર દોડી ગયાં હતાં.
મૃતક મહિલાનાં પરિવારજનો સ્થળ પર દોડી ગયાં હતાં.

ભાઇએ કહ્યું, મમ્મીને મારી નાખી
હું મારા પિતાના ઘેર ગઇ, મારી મમ્મી ઘરમાં ના દેખાઇ એટલે મેં ફરી પૂછ્યું કે, મમ્મી ક્યાં છે તો પણ ભાઈએ કહ્યું બેસ. પણ ત્યાર પછી તેણે કહ્યું કે, મમ્મીને મારી પાછળ લઇ જઇ સળગાવી દીધી છે. આ સાંભળતાં જ હું ફસડાઇ ગઇ હતી. - સજ્જનબેન સોલંકી, મૃતકની પુત્રી

માતાની હત્યા કરનાર પુત્ર સામે સ્થાનિકોમાં ગુસ્સો જોવા મળ્યો.
માતાની હત્યા કરનાર પુત્ર સામે સ્થાનિકોમાં ગુસ્સો જોવા મળ્યો.

ઝઘડાના કારણે હત્યા કરી
દિવ્યેશને દારૂનો નશો કરવાની ટેવ છે તે બાબતે માતા સાથેના ઝઘડામાં તેણે હત્યા કરી હતી. હત્યામાં ઉપયોગમાં લેવાયેલા કાચના ટુકડા પણ મળ્યા છે અને તેના હાથ ઉપરથી લોહિના નિશાન પણ મળ્યા છે. તે મેન્ટલી ડિસ્ટર્બ હોવાનું લાગી રહ્યું છે. - એસ.વી.ચૌધરી, પીઆઇ, ગોત્રી પોલીસ

દિવ્યેશના પિતા દલસુખ પ્રજાપતિના ડ્રાઇવર હતા
પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, દિવ્યેશના પિતાનું 6 વર્ષ પહેલાં અવસાન થયું હતું અને તેઓ પુર્વ મેયર દલસુખ પ્રજાપતિની કારના ડ્રાઇવર હતા. દિવ્યેશ પણ ડ્રાઇવિંગનું કામ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો