એસએસજી હોસ્પિટલના ઓડિટોરીયમમાં શનિવારે દેશને આઝાદી આપનારા સ્વાતંત્ર્ય વિરોના વંશજોને પુરસ્કૃત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચંદ્રશેખર આઝાદ,મંગલ પાંન્ડે,ભગતસિંહ અને સુખદેવ જેવા સ્વાતંત્ર્ય વિરોના વંશજો પધાર્યાં હતાં.આ પ્રસંગે મહેસુલ મંત્રી રાજે્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે,વંદે માતરમ અને ઈન્કલાબ જીંદાબાદના નારા દેશની આઝાદી મેળવવા માટેના પ્રમુખ નારા હતાં. ત્યારે આજે કેટલાક લોકો વંદે માતરમ અને ઈન્કલાબ જીંદાબાદ બોલવામાં ખચકાટ અનુભવે છે.ખબર નથી તે લોકો દેશના છે કે દેશની બહારના છે.
વંદે માતરમના નારાએ જ અંગ્રેજોની ઉંઘ હરામ કરી હતી. મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જીજાઉ પુરસ્કારમાં વધુમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે અનેક લોકોએ પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરી દિધા હતાં. આપણે તેમના તોલે ન આવીએ.પરંતું આઝાદી પછી હવે આપણે કાંઈ કરવું હોય તો દેશ માટે કાંઈક કરીને દેખાડવું જોઈએ.
દેશને સ્વતંત્રતા અપાવનારા લડવૈયાઓના વંશજો વડોદરાની ધરતી પર આવતા વડોદરાની ધરતી વધુ પવિત્ર થઈ ગઈ છે. સ્વાતંત્ર વિરોનું રૂણ અમે ક્યારેય ઉતારી શકવાના નથી.જે દેશ પોતાના વિરોને ભુલી જાય છે તે દેશ લાંબા સમય સુધી ઉભો નથી રહી શકતો.દેશ પોતાના વિરો-સપુતોને યાદ કરે છે.આ પ્રકારના કાર્યક્રમ દરેક ગામ,જિલ્લામાં થવા જોઈએ.સ્વાતંત્ર વિરોના વંશજોને પુરસ્કૃત કરવાનો કાર્યક્રમ વડોદરામાં કદાચ પહેલી વખત થયો છે.
10 સ્વાતંત્ર્ય સંગ્રામીઓના વંશજોને પુરસ્કૃત કરાયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.