તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉઘાડી લૂંટ:વડોદરાના કેટલાક મેડિકલ સ્ટોર રેમડેસીવીર ઇન્જેક્શનના ભાવ 1700ના બદલે 5500 રૂપિયા વસુલે છે, દવાના વેપારી કહે છે કે, 'તંત્રએ કાર્યવાહી કરવાની જરૂર છે'

વડોદરા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રેમડેસીવીર ઇન્જેક્શનની કૃત્રિમ અછત ઉભી કરીને એમ.આર.પી પ્રમાણે ભાવ વસુલવામાં આવી રહ્યા છે

વડોદરામાં જેટ ગતિએ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેને કારણે કોરોના સામે રાહત આપતા રેમડેસીવીર ઇન્જેક્શનની માગમા વધારો થતા ઇન્જેક્શનોની કૃત્રિમ અછત શરૂ થઇ ઞઇ છે. કેટલાક મેડિકલ સ્ટોર દ્વારા ઇન્જેક્શનોની કહેવાતી અછતનો ફાયદો ઉઠાવીને 1500થી રૂપિયા 1700માં મળતા ઇન્જેક્શનો એમ.આર.પી. પ્રમાણે રૂપિયા 5500માં વેચાણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે લોકોને રેમડીસીઆર ઇન્જેક્શન મળવા જોઇએ
દવાના વેપારી સંજયભાઇએ જણાવ્યું હતું કે, વડોદરામાં રેમડેસીવીર ઇન્જેક્શન મેડિકલ સ્ટોરમાં મળી રહ્યા નથી. ઇન્જેક્શનોનો સ્ટોક છે, પરંતુ, કૃત્રિમ અછત ઉભી કરીને એમ.આર.પી પ્રમાણે ભાવ વસુલવામાં આવી રહ્યા છે. વડોદરામાં કોરોનાના કેસોમા સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે કોરોના સામે રાહત આપતાં રેમડીસીઆર ઇન્જેક્શન લોકોને સરકારે નક્કી કરેલા ભાવ મુજબ મળી રહે તે માટે તંત્રએ કાર્યવાહી કરવાની જરૂર છે.

રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી થઇ રહી છે
વડોદરા સહિત સમગ્ર દેશમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે અને તેની સામે જીતવા માટે તંત્ર સતત લડત ચલાવી રહ્યું છે, વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં એક તરફ કોરોના વાઇરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ વડોદરા શહેરમાં કેટલાક મેડિકલ સ્ટોર સંચાલકો કોરોના વાઇરસની સારવારમાં લેવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી આમે આવી છે.

સરકારે રેમડેસીવીર ઇન્જેક્શનના 1700 નક્કી કર્યાં છે
ઉલ્લેખનીય છે કે, સરકારે રેમડેસીવીર ઇન્જેક્શનના ભાવ 1700 રૂપિયા નક્કી કર્યાં, પરંતુ, કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા આ રેમડેસીવીર ઇન્જેક્શન કાળા બજારમાં રૂપિયા 5500માં વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

તંત્ર તપાસ કરે તેવી લોક માગ ઉઠી
વડોદરામાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાની સારવાર માટે રામબાણ ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શનોની અછત વચ્ચે હવે તેની કાળાબજારની આશંકા સેવાઇ રહી છે. હાલ આ ઇન્જેક્શનોની માગ સામે પુરવઠો ઓછો છે. મુખ્ય ડીલર પાસે જ આ જથ્થો હોવાથી કેમિસ્ટની દુકાનો ઉપર આ ઇન્જેક્શન મળી રહ્યા નથી, ત્યારે આ દિશામાં તંત્ર તપાસ કરે તેવી લોક માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો