તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન:કેટલીક CBSE સ્કૂલ દ્વારા ઓનલાઇન અભ્યાસ શરૂ, હવે જૂનથી સ્કૂલમાં અભ્યાસ શરૂ થવાની શકયતા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વડોદરાઃ લૉકડાઉનના કારણે સ્ટેટ બોર્ડ દ્વારા 1 થી 9  અને 11 ધોરણ ના વિદ્યાર્થીઓને માત્ર પ્રમોશન આપી દેવામાં આવ્યું છે.  બીજી તરફ સીબીએસઇ  સ્કુલ એપ્રિલમાં શરૂ થવાની છે. જોકે અમુક સીબીએસસી સ્કૂલ દ્વારા અત્યારે ઓનલાઇન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. લૉકડાઉન ની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં અભ્યાસ શરૂ કરવો શક્ય છે. જેથી અમુક સીબીએસસી સ્કૂલ દ્વારા હાલમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આવી સ્કૂલોમાં વોટ્સએપ ગ્રુપમાં વિવિધ ધોરણ પ્રમાણે સિલેબસ અપલોડ કરવામાં આવ્યો છે.

પાઠ્યપુસ્તકો બજારમાં મે મહિનામાં આવી જાય તેવી શક્યતા
જે તે વિષયના શિક્ષકો દ્વારા તેમાં ક્લાસ લેવામાં આવી રહ્યા છે. શિક્ષકો દ્વારા ઘરે બેઠા બેઠા સ્ટડી મટીરીયલ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સ્કૂલ ઓનલાઇન વિડિયો મૂકી ને પણ વિદ્યાર્થીઓને ભણાવી રહી છે. વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે સાથે હોમવર્કને પ્રોજેક્ટ પણ આપી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મોટા ભાગની સીબીએસઇ સ્કુલ 14 એપ્રિલ લૉકડાઉન પછી નિર્ણય કરશે. બીજી તરફ સ્ટેટ બોર્ડ સંચાલિત તમામ સ્કૂલો માસ પ્રમોશન ની જાહેરાત કરી હોવાથી તેમના દ્વારા વિદ્યાર્થીઓને કોઇ બોજો આપવામાં આવી રહ્યો નથી. સ્કૂલો સીધી જૂનમાં શરૂ થશે. પાઠ્યપુસ્તકો બજારમાં મે મહિનામાં આવી જાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...