કાર્યવાહી:સૈનિક સિક્યુરિટી એજન્સીને વધુ એક વાર રૂા. 1 લાખ દંડ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અર્બન ફોરેસ્ટની સાચવણીમાં નિષ્કાળજી છતી
  • પાલિકાના ચેકિંગમાં એજન્સીના કર્મચારી ગેરહાજર જણાયા

શહેરના ન્યુ વીઆઇપી રોડના ખોડીયાર નગર ચાર રસ્તા પાસે અર્બન ફોરેસ્ટની સાચવણીમાં નિષ્કાળજી દાખવનાર સૈનિક સિક્યુરિટી એજન્સીને વધુ એકવખત રૂા. 1 લાખનો દંડ ફટકારાયો છે. પાલિકાએ બાગ બગીચા, પ્લેનેટોરિયમ, પાલિકાની વિવિધ કચેરીઓ સાચવણી માટે ખાનગી સિક્યુરિટી એજન્સીને જવાબદારી સોંપી છે. આ કામગીરીમાં કર્મચારીઓની નિષ્કાળજીના કારણે પાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પાલિકા સિક્યુરિટીની બે એજન્સી પાછળ રૂ. 3થી 4 કરોડનો ખર્ચ કરવામાં આવે છે.

જોકે તેમ છતાં સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓ યોગ્ય રીતે ફરજ બજાવતા નહી હોવાનું ધ્યાને આવતા પાલિકાએ ઓચિંતી ચેકિંગ શરૂ છે. તાજેતરમાં ખોડિયારનગર નજીક આવેલા અર્બન ફોરેસ્ટ વિસ્તારની સાચવણી માટે સૈનિક સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા હતા.

સિક્યુરિટી વિભાગના ઉચ્ચ અધિકારીની ટીમના ચેકીંગ દરમ્યાન 2થી 3 વખત સિક્યુરિટીના કર્મચારી ગેરહાજર હોવાનું જણાઈ આવ્યું હતું. સૈનિક સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓની નિષ્કાળજી બદલ પાલિકાએ સંચાલકને નોટિસ સાથે રૂ.1 લાખનો દંડ વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તદુપરાંત રાવપુરાની એફોર્ડેબલ હાઉસિંગ વિભાગની ક્ચેરી ખાતે પણ સિક્યુરિટીના કર્મચારીએ યુનિફોર્મ પહેર્યો ન હોવાનું ધ્યાને આવતા સૈનિક સિક્યુરિટી એજન્સીને 5 હજારનો દંડ ફ્ટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...