સૂર્ય ગ્રહણ:દિવાળીએ સૂર્ય ગ્રહણ સાંજે 4:40 કલાકે શરૂ થશે, 6:04 કલાકે મોક્ષ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્ષ 1995 બાદ 27 વર્ષે દિવાળી પર્વે સૂર્ય ગ્રહણનો સંયોગ સર્જાશે
  • ​​​​​​​શહેરમાં 1:24 કલાકનું ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ દેખાશે, જે પાળવાનું રહેશે

આ વર્ષે દિવાળીના દિવસે જ સૂર્ય ગ્રહણ સર્જાવાનું છે. 27 વર્ષ અગાઉ વર્ષ 1995માં દિવાળીના દિવસે સૂર્ય ગ્રહણનો સંયોગ બન્યો હતો. વડોદરામાં 25 ઓક્ટોબરના રોજ 1 કલાક અને 24 મિનિટ જેટલી અવધિનું ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ જોવા મળશે. શહેરના આકાશમાં ગ્રહણની શરૂઆત બપોરે 4:40 કલાકે થશે. 0.433 મેગ્નિટ્યૂડ સાથે ખંડગ્રાસની મહત્તમ અવસ્થા સાંજે 5:38 કલાકે થશે. ત્યારબાદ સાંજે સૂર્યાસ્ત સાથે 6:04 કલાકે વડોદરાના આકાશમાં ગ્રહણ પૂર્ણ થશે.

ગાયત્રી ઉપાસક હર્ષદ બાપાએ જણાવ્યું કે, 25 ઓક્ટોબરે તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થનારું ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ સમગ્ર ભારતમાં દેખાશે. જેનો સંપૂર્ણ દોષ લાગશે અને આ સૂર્ય ગ્રહણ પાળવાનું રહેશે. સૂર્ય ગ્રહણ ભારત ઉપરાંત પશ્ચિમ એશિયા, બેલ્જિયમ, અફઘાનિસ્તાન, ઈજિપ્ત, ફ્રાંસ, જર્મની, ગ્રીસ, ઈરાક, ઈરાન, ઈઝરાયેલ, યુકે, યુરોપ સહિતના દેશોમાં દેખાશે. ગ્રહણનું ગ્રાસમાન 0.861 અને સંપૂર્ણ ગ્રહણ કાળ 4 કલાક 4 મિનિટ રહેશે. વડોદરામાં ગ્રહણનો વેધ 24 ઓક્ટોબરની મોડી રાતથી શરૂ થઈને 26 ઓક્ટોબરના સૂર્યોદય સુધી રહેશે. ભારતમાં ગ્રહણના મોક્ષ પહેલાં સૂર્યાસ્ત થઈ જશે. વડોદરામાં ગ્રહણનો સમય 25 ઓક્ટોબરે 4:40 કલાકે ગ્રહણ સ્પર્શ અને મધ્ય 5:38 કલાક અને મોક્ષ 6:04 કલાકે થશે.

દિવાળીમાં ચોપડા લાવવા સહિતનાં શુભ મુહૂર્તો
આ વર્ષે પ્રકાશ પર્વમાં દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે પડતર દિવસ આવે છે. જેથી 24મીએ દિવાળી બાદ 26મીએ બેસતું વર્ષ ઊજવાશે.

ચોપડા લાવવાનાં મુહૂર્તો
આસો વદ-7 ને સોમવાર-17 ઓક્ટોબર

સવારે 10:58 થી 12:25
બપોરે 1:52 થી 6:12
આસો વદ-8 ને મંગળવાર-18 ઓક્ટોબર
સવારે 9:32 થી 1:52
બપોરે 3:18 થી 4:48
સાંજે 7:35 થી 9:00
ધન તેરસ-કુબેર પૂજન
આસો વદ-12 શનિવાર-22 ઓક્ટોબર
સમય સાંજે 6:08 થી 7:42
રાતે 9:16 થી 12:59 સુધીમાં ધનની પૂજા કરવી
કાળી ચૌદસ-યંત્ર પૂજા
આસો વદ-13ને રવિવાર-23 ઓક્ટોબર
સાંજે 6:07 થી 10:50
રાતે 1:59 થી 3:33
દિવાળી અને શારદા પૂજન
આસો વદ-14ને સોમવાર-24 ઓક્ટોબર
સવારે 6:42 થી 8:07
9:33 થી 10:58
11:27 થી 1:21
બપોરે 1:50 થી 6:06
સાંજે 6:06 થી 9:20
રાતે 10:50 થી 12:24
1:54 થી 6:42
બેસતું વર્ષ
કારતક સુદ એકમ બુધવાર-26 ઓક્ટોબર
સવારે 6:43 થી 9:33
10:59 થી 12:00 કલાક

અન્ય સમાચારો પણ છે...