તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા લવ-જેહાદ કેસ:પીડિતાએ કહ્યું, ‘સોહિલ છાશવારે મારી પાસેથી 1500થી 4 હજાર પડાવતો, તારો ફોટો મારી પાસે છે એમ કહી ધમકાવતો’

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.

રાજ્યમાં લવ-જેહાદનું એપી સેન્ટર બની રહેલા વડોદરામાં 12 દિવસમાં ત્રીજો ગુનો નોંધાયો છે. નાગરવાડાના 20 વર્ષીય બેરોજગાર સોહિલ શેખે ફતેગંજની 20 વર્ષની યુવતીને સોશિયલ મીડિયા મારફત પ્રેમજાળમાં ફસાવી મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કરી લગ્નની લાલચે તાંદલજા વિસ્તારમાં લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ લગ્ન પહેલાં જ તેને મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરી મારી સાથે રહેવું હોય તો બુરખો પહેરવો પડશે, બીજી પત્ની પણ લાવીશ, તેની સાથે રહેવું પડશે, એમ કહેતો હતો. આખરે યુવતીએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સોહિલની ધરપકડ કરી હતી. ફતેગંજ પોલીસમાં સપ્તાહમાં લવ-જેહાદનો બીજો કેસ નોંધાયો છે. નાગરવાડામાં શાકમાર્કેટ નજીક રહેતો સોહિલ સાજિદ શેખ હિન્દુ યુવતીને અવારનવાર પજવતો હોવાથી તેની સામે અગાઉ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી ઇમોશનલ ટોર્ચર કરતો હતો
સોહિલ શેખે ફેબ્રુઆરી 2020માં સોશિયલ મીડિયા અકાઉન્ટથી યુવતીનો સંપર્ક કરી મેસેજ કર્યા હતા કે હું તને પ્રેમ કરું છું, હું તારા વિના જીવી નહી શકું, બાકી પછી જે થાય તે તું જોઈ લેજે, પોલીસ ફરિયાદ પાછી ખેંચી લે. આવી વાતોથી યુવતી ગભરાઈ ગઈ હતી. અનલોક 1માં સોહિલે અન્ય યુવતીના અકાઉન્ટ પરથી યુવતીને મેસેજ કરી મને મળવા નહિ આવે તો હું કઈ કરી લઈશ એવી રીતે ઇમોશનલ ટોર્ચર કરતો હતો. મળવા બોલાવ્યા બાદ યુવતીને તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક અડપલાં કરતો હતો. આવી મુલાકાત વેળાએ સોહિલ યુવતીને તાંદલજા લઈ ગયો હતો. ત્યાં એક રૂમમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કરતો
​​​​​​​ત્યાર બાદ યુવતીને ઇમોશનલ ટોર્ચર કરી પ્રેમપ્રકરણ દરમિયાન જ મુસ્લિમ ધર્મ પાળવા દબાણ શરૂ કરી કહ્યું હતું કે મારી સાથે રહેવું હશે તો બુરખો પહેરવો પડશે, વેસ્ટર્ન કપડાં પહેરવાનાં નહીં અને તારે અમારો મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે. દરમિયાન રવિવારે સાંજે સોહિલ યુવતીને નાગરવાડા શાકમાર્કેટ બોલાવી તું બહાર કેમ ગઈ એમ કહી થપ્પડ મારી ગાળાગાળી કરી હતી. સોહિલના ટોર્ચરથી કંટાળેલી યુવતીએ આખરે ફરિયાદ નોંધાવતાં ફતેગંજ પોલીસે સોહિલ શેખ સામે દુષ્કર્મ, શારીરિક અડપલાં અને મારામારી સહિતના ગુનાઓ નોંધી સોહિલને ઝડપી લીધો હતો, જ્યારે યુવતીનું એસએસજીમાં મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું.

આરોપી 15 દિવસમાં જ તેને ઘરે લઈ ગયો હતો
વર્ષ 2019માં સોશિયલ મીડિયા મારફત સોહિલે મારો સંપર્ક કર્યો હતો. વાતચીતમાં તેણે લોભામણી વાતો કરવાનું શરૂ કર્યું હતું. તે મારા પ્રેમમાં હોવાનું કહેતો અને ઇમોશનલ બ્લેકમેઇલ કરી મને બહાર મળવા બોલાવતો હતો. માત્ર 15 દિવસની જ મિત્રતામાં સોહિલે મને તેના પરિવાર સાથે મળાવી હતી. તેના ઘરમાં તે કહેતો કે આયેગી તો ઘર મેં યહી આયેગી. તે જ્યારે પણ મળતો ત્યારે હમારી લડકિયાં એસા નહીં કરતી એમ અવારનવાર યાદ અપાવતો અને મારે શું પહેરવું, કેવી રીતે રહેવું એની જ વાતો કરતો હતો. તેણે મને કુર્તા જ પહેરવાના અને માથા પર ઓઢણી રાખવાનું કહેતો અને જીન્સ-ટી શર્ટ ન પહેરવા દબાણ કરતો. પછી તેણે મને મેન્ટલી ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું.

ફોટો હોવાનું કહી પૈસાની માગણી કરી
તે મારી પાસે અવારનવાર રૂા. 1500, 2000, ક્યારેક રૂા. 4000 માગતો હતો. અમારા વચ્ચે બોલવાનું થાય તો તે હું ભાંગી જઈશ, હું મરી જઈશ, એમ કહી મને ડરાવતો હતો. તે અવારનવાર મને ધમકાવવાના ઇરાદે કહેતો કે તારો ફોટો મારી પાસે છે. બંને વચ્ચે બોલવાનું થાય તો તે મને મારતો હતો. તેણે બીજી વેળાએ મારો સંપર્ક કોઈ યુવતીના સોશિયલ મીડિયા અકાઉન્ટથી કર્યો હતો. તે એક કાવતરા રૂપે મને મેસેજ કરતો અને હું રિપ્લાય આપું તો તેના મેસેજ ડિલિટ કરી નાખતો.

સોહિલ બીજી પત્ની લાવવાનું પણ કહેતો
મને જાણવા મળ્યું હતું કે મારી સાથે એના સંપર્ક છૂટી ગયા બાદ તે તેના સમાજની બીજી કોઈ યુવતીના સંપર્કમાં હતો અને તેણે મને મેસેજ કરીને કહ્યું હતું કે મને તમારા બંને વિના નહીં ચાલે, મને તું જોઈએ અને મને તે પણ જોઈએ, એમ કહી સોહિલ મને તેની બીજી પત્ની લાવવાનું પણ કહેતો હતો. ​​​​​​​સોહિલ નશો કરતો હતો અને તેના ગ્રુપમાં બધા જ નશેબાજ હતા. તેની બીજી બહેનપણીઓ પણ સતત મારી સામે સોહિલનાં વખાણ કરતી હતી. તેઓ કહેતી કે તે આખો દિવસ તારી જ વાતો કરે છે, તેના મોઢે તારું જ નામ હોય છે. છેલ્લે, તેણે ઘરની બહાર કેમ નીકળી, એમ કહી મને માર મારી અપશબ્દો કહ્યા હતા, જેથી હું કંટાળી ગઈ હતી (યુવતી સાથે થયેલી વાતચીત અનુસાર).

અન્ય સમાચારો પણ છે...