તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાની માતાની હિંમત:દીકરીને પજવતા સોહિલને જાહેરમાં ચંપલથી માર્યો હતો, એનાથી પુત્રી લવ-જેહાદના ષડ્યંત્રમાં ફસાતાં બચી ગઈ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી સોહિલ સાજિદ શેખની તસવીર. - Divya Bhaskar
આરોપી સોહિલ સાજિદ શેખની તસવીર.

યુવતીનો પીછો કરી તેને પરેશાન કરતા સોહિલને યુવતીની માતાએે 2 વર્ષ પહેલાં ડિસેમ્બરમાં નિઝામપુરા વિસ્તારમાં ઝડપી લીધો હતો. ત્યાં માતાએ હિંમતભેર સોહિલની ફેટ પકડી તેને પોતાના ચંપલ વડે જાહેરમાં ધોલાઈ કરી હતી. યુવતીની સામે જ માતાએ સોહિલને 15 મિનિટ સુધી ફેટ પકડી તેને મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો.

આવારા તત્ત્વોનો અત્યાચાર સહન કરવાનો બંધ કરોઃ માતા
મારી પુત્રીની સ્થિતિ જોઈને હું માત્ર સમાજના લોકોને કહું છે કે મારી પુત્રી લવ-જેહાદના ષડયંત્રમાં ફસાતાં બચી છે. હું અને મારો પરિવાર જે રીતે આવાં તત્ત્વો સામે બહાર આવ્યાં છે એ જ રીતે સમાજની બીજી પીડિત યુવતીઓ અને તેમના પરિવારો સામે આવે એવી મારી અપીલ છે. જે બેકાર લોકો છે, જે માગેલાં કપડાં અને ભાડાની બાઇક લઈને ફરતાં અસામાજિક તત્ત્વો છે, જેમની પાસે પેટ્રોલ પુરાવવાના રૂપિયા નથી હોતા તેવાથી આપણી દીકરીઓને સાચવી અને જો કદાચ ફસાઈ હોઈ તો તેને બચાવવા સાથ આપો. હવે આવાં તત્ત્વોથી ડરવાનું અને અત્યાચાર સહન કરવાનું બંધ કરો.

રમતોમાં અવ્વલ રહેતી યુવતી સોહિલની રમતમાં ફસાઈ ગઈ
ધોરણ 12માં ભણતી યુવતી અભ્યાસમાં હોશિયાર હતી. તે બાસ્કેટ બોલ પ્લેયર રહી ચૂકી છે અને તે નેશનલ લેવલ પર રમી ચૂકી છે, સાથે જ તે વોલીબોલમાં સ્ટેટ લેવલ સુધી રમી ચૂકી છે. તેણે દોડમાં પણ વડોદરા જિલ્લા લેવલ સુધીની સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમજ કરાટેમાં બ્રાઉન બેલ્ટ પણ રહી ચૂકી છે.

પીડિતા કોઈપણ ડર રાખ્યા વગર બહાર આવી ફરિયાદ નોંધાવે
ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમના નવા કાયદાને રાજ્યમાં લાગુ કર્યા બાદ અનેક યુવતીઓ અને તેમના પરિવારો સામે આવી રહ્યા છે. વડોદરામાં એક પછી એક ફરિયાદ નોંધાઇ રહી છે. અનેક પરિવારો હિન્દુ જાગરણ મંચ પાસે આવી રહ્યા છે. પીડિતાઓ કોઇપણ ડર વગર પોલીસ ફરિયાદ કરે - રમેશ પટેલ, મહામંત્રી, હિન્દુ જાગરણ મંચ.

અન્ય સમાચારો પણ છે...