તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિસ્તોલ લઇને ફરતો આરોપી ઝડપાયો:વડોદરામાં કેટરિંગના ધંધાની આડમાં હથિયારોની હેરાફેરી કરતો શખસ ઝડપાયો, એક પિસ્તોલ અને 25 કારતૂસ જપ્ત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી અશોક ચોખેલાલ શર્મા - Divya Bhaskar
આરોપી અશોક ચોખેલાલ શર્મા
  • 20 હજારની કિંમતની પિસ્તોલ, 2500ની કિંમતના કારતૂસ, મોબાઇલ અને બાઇક સહિત 77,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરમાં કેટરિંગના ધંધાની આડમાં હથિયારોની હેરાફેરી શખસ ઝડપાયો છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે પિસ્તોલ અને 25 જીવતા કારતૂસ સાથે એક યુવાનની શહેર SOGએ ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ યુવાન પિસ્તોલ અને કારતૂસ વેચવા માટે ફરી રહ્યો હતો, પરંતુ, તે પિસ્તોલ અને કારતૂસ વેચવામાં સફળ થાય તે પહેલાં પોલીસે દબોચી લીધો હતો.

આરોપીના કમરના ભાગેથી પિસ્તોલ અને ખિસ્સામાંથી જીવતા 25 કારતૂસ મળ્યા
વડોદરા શહેર SOGને બાતમી મળી હતી કે, વાઘોડિયા ચોકડી પાસે સનમીલીન કોમ્પલેક્ષ પાસે બાઇક સાથે ઉભેલો અશોક ચોખેલાલ શર્મા (રહે, યમુનાનગર સોસાયટી, વારસિયા રિંગ રોડ, વડોદરા) પિસ્તોલ વેચવા માટે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી અશોકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતાં તેના કમરના ભાગેથી પિસ્તોલ અને ખિસ્સામાંથી જીવતા 25 કારતૂસ મળી આવ્યા હતા.

પોલીસે આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો
પોલીસે રૂપિયા 20 હજારની કિંમત ધરાવતી પિસ્તોલ, રૂપિયા 2500ની કિંમતના 25 નંગ કારતૂસ, મોબાઇલ ફોન તથા બાઇક સહિત 77,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાણીગેટ પોલીસે આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે પિસ્તોલ, કારતૂસ, મોબાઇલ અને બાઇક સહિત 77,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે પિસ્તોલ, કારતૂસ, મોબાઇલ અને બાઇક સહિત 77,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

પિસ્તોલ-કારતૂસ અઢી વર્ષ અગાઉ UPમાંથી 20 હજારમાં ખરીદ્યા હતા
અત્રે નોંધનીય છે કે, આરોપીની પ્રાથમિક પૂછતાછમાં તેણે આ પિસ્તોલ અને કારતૂસ અઢી વર્ષ અગાઉ ઉત્તરપ્રદેશ ખાતે રહેતા અજાણ્યા વ્યક્તિ પાસેથી 20 હજાર રૂપિયામાં ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી.

તપાસ દરમિયાન અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતા
પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપાયેલ અશોક ખરેખર કોઇને વેચવા ફરી રહ્યો હતો કે, કોઈ ગુનાને અંજામ આપવા માટે પિસ્તોલ અને કારતૂસ લાવ્યો હતો. અથવા તો કોઇને ડિલિવરી આપવા ઉભો હતો. તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...