તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના જયુબેલીબાગ ખત્રીપોળમાં રહેતા અને આરટીઓ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા યુવાનને સોફા ખરીદવા માટે શનિવારે વેબસાઇટ ઉપર સીઆઇએસએફ જવાનની ઓળખ આપી ભટકાયેલા ઠગ દ્વારા રૂપિયા એક હજારની છેતરપિંડી કરવામાં આવી હતી. યુવાનની સતર્કતાને પગલે સોફાના બાકીના રૂા. 14000 બચી ગયા હતા. વડોદરા એરપોર્ટ ઉપર ફરજ બજાવતા સીઆઈએસએફના જવાન ની બદલી થઈ હોવાને પગલે તેના સોફા વેચવા છે તેવી જાહેરાત વેબસાઇટ ઉપર મૂકી હતી.
જેને પગલે યુવાન દ્વારા તેમનો સંપર્ક સાધી સોફા ખરીદવા માટે 15 હજારમાં સોદો નક્કી કરી સોફા જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સામે ઠગ દ્વારા કોરોના ને પગલે એરપોર્ટના આર્મી પરિસરમાં એન્ટ્રી નહીં હોવાનું જણાવી રૂા. 1000 એડવાન્સ પેટે ઓનલાઇન પેમેન્ટ કરાવ્યું હતું. ભેજાબાજે તેના આઈડી પ્રૂફ અને ફોટો મોકલાવ્યા હતા. ત્યારબાદ આર્મી કુરિયર સર્વિસની રૂપિયા 1 હજારની બોગસ રસીદ મોકલી બાકીના 14 હજારની માગણી કરી હતી. કેશ ઓન ડિલિવરીની વાત થઇ હોવાને પગલે યુવાનને શંકા જતા વડોદરા એરપોર્ટ પર તપાસ કરતા આવી કોઈ વ્યક્તિ ફરજ બજાવતી ન હોવાનું જણાવ્યું હતું. જેને પગલે સામે ફોન કરતાં ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો. જો કે યુવકે ફરિયાદ નોંધાવી ન હતી.
ગઠિયાએ બદલીના નામે અનેકને છેતર્યા
એરપોર્ટ પર તપાસ કરતાં આર્મી જવાન અને CISFના નામે ચીજો વેચવા મૂકી સંખ્યાબંધ લોકોને છેતર્યા હોવાની માહિતી મળી હતી. અનેકને એરપોર્ટ પર આવીને છેતરાયાની જાણ થાય છે. - પુષ્પક પંચાલ, ભોગ બનનાર
રૂબરૂ મળ્યા વગર વસ્તુ લેવી કે વેચવી નહીં
ઓનલાઇન ખરીદી કે વેચાણ વખતે વ્યક્તિને રૂબરૂ મળવું જોઈએ. ઠગાઈના એટલા ગુના બને છે કે જેલ ભરાઈ જાય. હાલમાં રાજસ્થાન ભરતપુરની ગેંગ પકડાઈ હતી. - એમ .કે. મોટવાણી, સાઇબર ક્રાઇમ પી.આઈ
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.